Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

પશ્ચિમી ઢબે નહીં, આપણી પરંપરામાં ઉજવણી : ૩૧મીએ 'સાંસ્કૃતિક ઉત્સવ'

રાજકોટ, તા. ર૬ : નવા વર્ષની ઉજવણી પશ્ચિમી અનુકરણથી નહીં પણ ભારતીય પરંપરા અને સંસ્કૃતિ મુજબ થવી જોઇએ કઇક આવા વિચારો સાથે 'રૂદ્રસેતુ ફાઉન્ડેશન' દ્વારા આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ કેલેન્ડર નવ વર્ષની ઉજવણી કરવા માટે 'સાંસ્કૃતિક ઉત્સવ'-ર૦૧૭ આયોજન કરાયું છે. ઇસાના નવ વર્ષ તેના નવા સ્વરૂપે એક નવતર પ્રયોગ દ્વારા વૈદિક સનાતન ધર્મ સંસ્કૃતિના માધ્યમથી પરિવાર માણી શકે તેવું આયોજન રાજકોટ ખાતે યોગીધામ સંકુલ (આત્મીય કોલેજ)ના ઓડિટોરિયમમાં રાત્રીના ૮:૩૦ કલાક ભવ્ય આયોજન કરાયું છે.

આ ઇસાના નવ વર્ષ આપણે સમજી વિચારીને નવી પશ્ચિમી અંગ્રેજી સંસ્કૃતિનું આંધળુ અનુકરણ નહીં કરીને ભારતીય સંસ્કાર, પરંપરાને સંસ્કૃતિનો સ્વીકાર કરીએ. 'આપણી સંસ્કૃતિક આપણી વિરાસત' ૩૧ ડિસેમ્બરના રૂદ્રસેતુ ફાઉન્ડેશન આપણી પરંપરાગત સંસ્કૃતિના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સર્વે રાજકોટની સંસ્કૃતિ પ્રેમી જનતાને અનુરોધ કર્યો છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજેન્દ્રભાઇ ધારૈયા અને હેમેન્દ્રભાઇ જોશીના માર્ગદર્શન હેઠળ જીગ્નેશભાઇ દવે, પ્રતિકભાઇ આચાર્ય, કિશોરભાઇ ભટ્ટ, ધીરેનભાઇ સાનથરા, રજની પટેલ, દર્શન ત્રિવેદી, પરેશભાઇ જોશી, ધવલ દાફડા, વિરાજ જોશી, ગૌરવ અજાગીયા, જયપાલસિંહ ઝાલા, હિતેશ ત્રિવેદી, કિશન ચાવડા, રવિ જોશી, સિદ્ધાર્થ દેસાઇ, ધ્રુવ ભૂત, આદિત્ય ભટ્ટ, આકાશ ગોંડલીયા, પ્રતિક મહેતા, ચિરાગ શાહ, વિરલ કોઠારી, મહાવીર વિરમગામી, માધવ શુકલ, પ્રણવ ઉપાધ્યાય, અમિત પીઠડીયા, પ્રતિક માંડલિયા, પાર્થ જોશી, મૌલિક દવે, હિરેન ઠાકોર, હાર્દિક પટેલ સહિત જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:33 pm IST)