Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

વિજયભાઇ-નીતિનભાઇની આગેવાનીમાં ગુજરાતનો વિકાસ રથ દોડશેઃ મદલાણી

રાજકોટ તા. ર૬ : ગુજરાત વિધાનસભાની ર૦૧૭ ની સામાન્ય ચૂંટણીમાં ગુજરાતની પ્રજાએ ભા.જ.પ. ઉપર પુનઃ વિશ્વાસ મુકી સ્પષ્ટ બહુમતિ આપી છે અને રાજયની શાસનધૂરા ફરીથી વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રી પદે અને નીતિનભાઇ પટેલ નાયબ મુખ્યમંત્રી પદે સંભાળી રહ્યા છે. ત્યારે ગુજરાતનો વિકાસ તેજ ગતિએ દોડશે તેમ જણાવી વેસ્ટ ઝોન માર્કેટ  પર્સનગ્રુપના પ્રમુખ દિપક મદલાણીએ આ બબ્બે આગેવાનોને અભિનંદ પાઠવ્યા છે.

ભા.જ.પ.ની રાષ્ટ્રિય નેતાગીરીએ ફરીથી વિજયભાઇ રૂપાણી અને નીતિનભાઇ પટેલને મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી પદ માટે પસંદ કરીને માત્ર રાજકોટ જ નહી બલ્કે સમગ્ર ગુજરાતની પ્રજાએ ભાજપ પર મુકેલા વિશ્વાસનો પ્રતિસાદ આપ્યો છે ત્યારે શ્રી વિજયભાઇ રૂપાણી અને શ્રી નીતિનભાઇ પટેલની આગેવાી હેઠળ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તેમજ રાષ્ટ્રિય પ્રમુખ શ્રી અમીતભાઇ શાહના માર્ગદર્શન હેઠળ પુનઃ ગુજરાતનો વિકાસ રથ તેજ ગતિએ દોડશે તેવી શ્રદ્ધા વેસ્ટ ઝોન માર્કેટ પર્સન ગ્રુપના પ્રમુખ દિપક મદલાણીએ વ્યકત કરી છે.

તેમણે ઉમેર્યું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન સહિતના પડકારજનક મુદ્દાઓ હોવાઓ છતાં રાજકોટ અને ગુજરાતની પ્રજાએ ભાજપના રાજમાં વિકાસ કાર્યોને ધ્યાનમાં લીધા છે. સાબરમતી રીવરફ્રન્ટ, રાજકોટમાં નવું રેસકોર્સ ઇન્ટરનેશનલ એરપોર્ટની મંજુરી સહિતના વિકાસશીલ પગલાને પ્રજાએ ભાજપને મત દ્વારા આવકાર્યા છે તો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા નોટબંધી દ્વારા કાળા નાણા બહાર લાવવાના જી.એસ.ટી.દ્વારા સામાન્ય નાગરીકોને પણ ફાયદો મળે તે માટે હાથ ધરેલા પગલાને પણ પ્રજાએ આવકારી ગુજરાતમાં પુનઃ ભાજપને સત્તા સોંપી છ.ે

ગુજરાત ઉપરાંત હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. હવે આગામી વર્ષમાં આવી રહેલી કર્ણાટક રાજયની વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપ સ્પષ્ટ બહુમતિ પ્રાપ્ત કરશે જ તેવો આશાવાદ તેમણે વ્યકત કર્યો છે.

કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ ગેરમાર્ગે દોરવા અને પ્રપંચો કર્યા હોવા છતાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રજાએ કોંગ્રેસને જાકારો આપ્યો છે. તે જ બતાવે છે કે પ્રજાને શ્રી વિજયભાઇ રૂપાણી અને શ્રી નીતિનભાઇ પટેલ દ્વારા ગુજરાતના વિકાસ માટે હાથ ધરેલા પગલાં ઉપર અતુટ વિશ્વાસ છે તેમ અંતમાં દિપક મદલાણીએે જણાવ્યું છે.

(4:00 pm IST)