Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

સરગમ દ્વારા ઉપલાકાંઠે રાહતદરનું દવાખાનુ, લેબોરેટરી અને લાઈબ્રેરીનો પ્રારંભ

રાજકોટ : સરગમ કલબ દ્વારા કુવાડવા રોડ ઉપર પારેવડી ચોકમાં ફર્ન હોટેલની બાજુમાં ડી. એચ. રાજ ચેમ્‍બર્સમાં પહેલા માળે સ્‍વ. હીરાભાઈ જીવાભાઈ તળાવીયા આરોગ્‍ય સંકુલ શરૂ કરવામાં આવ્‍યુ છે. આ આરોગ્‍ય સંકુલમાં શ્રીમતી રંભાબેન લક્ષ્મણભાઈ માંડવીયા પરિવાર તરફથી રાહતદરે દવાખાનુ, શ્રીમતી સોનલબેન મૌલેશભાઈ ઉકાણી તરફથી રાહતદરની લેબોરેટરી, શ્રીમતી અમીતાબેન નટુભાઈ ઉકાણી તરફથી લેડીઝ લાઈબ્રેરી શરૂ કરવામાં આવી છે. કાર્યક્રમમાં પ્રમુખસ્‍થાને કર્ણાટકના રાજયપાલ વજુભાઈ વાળા, શાંતાબેન હીરાભાઈ તળાવીયા, રંભાબેન લક્ષ્મણભાઈ માંડવીયા, સોનલબેન ઉકાણી, અમિતાબેન ઉકાણી તેમજ મુખ્‍ય મહેમાનપદે ધારાસભ્‍ય અરવિંદ રૈયાણી, ધારાસભ્‍ય લાખાભાઈ સાગઠીયા ઉપરાંત નંદલાલભાઈ માંડવીયા, બીપીનભાઈ હદવાણી (ગોપાલ નમકીન), કિરીટભાઈ આદ્રોજા (એંજલ પમ્‍પ), સુરેશભાઈ નંદવાણા (ભવાની ઈન્‍ડસ્‍ટ્રીઝ), ઉદ્યોગપતિ એમ. જે. સોલંકી, અરવિંદભાઈ પટેલ, પટેલ ટીમ્‍બરના ભાવેશભાઈ તળાવીયા, ડે.મેયર ડો. દર્શિતા શાહ, ખોડીદાસભાઈ પટેલ, સ્‍મિતભાઈ પટેલ, મૌલેશભાઈ ઉકાણી, નટુભાઈ ઉકાણી, કોર્પોરેટર અશ્વિનભાઈ મોલીયા, મુકેશ રાદડીયા, દલસુખભાઈ જાગાણી, તુલસીભાઈ તળાવીયા, શિવલાલભાઈ ભંડેરી, યોગેશભાઈ પૂજારા તથા ડો. પ્રફુલભાઈ શાહ, શિવલાલભાઈ રામાણી, નરેશભાઈ લોટીયા, વલ્લભભાઈ દુધાત્રા, લંડનવાળા કલ્‍યાણજીભાઈ ઠક્કર, રીકીનભાઈ સુતરીયા ઉપરાંત કુંદનબેન રાજાણી, આશાબેન શાહ, ચંદ્રિકાબેન ધામેલીયા, રેણુબેન યાજ્ઞિક ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળા, રમેશભાઈ અકબરી, ભરત સોલંકી, રાજેન્‍દ્રભાઈ શેઠ, રાજભા ગોહિલ, ગીતાબેન હીરાણી, જયશ્રીબેન રાવલ, અલકા ધામેલીયા, બીનાબેન વિઠ્ઠલાણી, એશા વિઠલાણી વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:57 pm IST)