Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

સંસ્‍કૃત ભારતી દ્વારા પત્રવ્‍યહારથી સંસ્‍કૃત શીખવાનું આયોજન

રાજકોટ તા.૨૬ : સંસ્‍કૃત ભારતી, ગુજરાતના ઉપક્રમે પત્રાચાર (પત્રવ્‍યહાર) દ્વારા સંસ્‍કૃત શીખવા માટેનું આયોજન કરેલ છે. અભ્‍યાસક્રમ સુનિヘતિ કરેલ છે. જેમાં બે વર્ષના સમયગાળામાં પ્રવેશ, પરિચય, શિક્ષા અને કોવિદ એમ ચાર છ માસિક સત્રોમાં કમશઃ અભ્‍યાસ કરવાનો રહે છે. એકસત્રનું પંજીકરણ પ્રવેશ શુલ્‍ક રૂા.૩૦૦ છે. જેમાં બારપાઠોનું આકર્ષક પુસ્‍તક ઘેરબેઠા મેળવી શકાશે. પરીક્ષા પણ ઘેરબેઠા આપી શકાશે. પત્રવ્‍યવહારથી સંસ્‍કૃત શીખવા માટેનું પ્રવેશપત્ર, સંસ્‍કૃત-ભારતીના બેંક ખાતામાં પ્રવેશશુલ્‍ક જમા કરાવવાની વિગતો વગેરે ગીતા વિદ્યાલયમાં ઉપલબ્‍ધ છે. આ અભ્‍યાસક્રમમાં છાત્રો, નિવૃત નાગરિકો, ગૃહિણીઓ, નોકરીયાત વર્ગ, વ્‍યાપારીઓ રસપૂર્વક જોડાઇ શકે છે. આ અભ્‍યાસક્રમમાં જોડાવા તથા વધુ વિગતો માટે જંકશન પ્‍લોટ પોલીસચોકી પાસે ગીતા વિદ્યાલય ટ્રસ્‍ટમાં સંપર્ક કરવા ડો.કૃષ્‍ણકુમાર મહેતાએ અનુરોધ કરેલ છે.

 

(3:54 pm IST)