Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

રાજકોટ લેબર બાર એસોસીએશનના પ્રમુખપદે દિપેશ છાયાની થયેલ વરણી

રાજકોટ તા. ર૬ :.. સમગ્ર ગુજરાતમાં તા. રર-૧ર-૧૭ ના રોજ થયેલ બાર એસોસીએશનોની ચૂંટણીમાં રાજકોટ ખાતે લેબર બાર એસોસીએશનના પ્રમુખ તરીકે સર્વાનુમતે સીનીયર એડવોકેટ શ્રી દિપેશ ડી. છાયાની વરણી થઇ હતી.

શ્રી  છાયા છેલ્લા ૩૧ વર્ષથી વકીલાત વ્યવસાયમાં છે. તેઓ લીગલ ફર્મ આર. સી. એસોસીએટસના પાર્ટનર છે. જુદી જુદી અનેક મલ્ટીનેશનલ કંપની સાથે સંકળાયેલ છે અને તેઓ પોતે છઠ્ઠી પેઢી આ વ્યવસાયમાં છે જેમની પુત્રી કુ. ખુશ્બુ છાયા હાઇકોર્ટમાં વકીલાત કરે છે.

પ્રમુખ તરીકે ચૂંટાતા તેઓને રાજકોટ બારના પ્રમુખ સંજય વ્યાસ, ગીરીશભાઇ ભટ્ટ, જી. આર. ઠાકર, યોગેશ રાજયગુરૂ, કમલેશ જોષીપુરા, પૂર્વ પ્રમુખ પરાગ વોરા, દિલીપભાઇ ઠાકર, હસુભાઇ દવે વગેરેએ અભિનંદન પાઠવેલ હતાં.

(3:54 pm IST)