Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

કોસ્‍મોસ ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સના સંચાલક વિરૂધ્‍ધ પાંચ લાખના ચેક રીટર્નની ફરીયાદ

રાજકોટ, તા., ૨૬: રાજકોટના એડી. ચીફ. જયુડી મેજી. શ્રી ધાસુરાએ કોસ્‍મોસ ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સના સંચાલક પીનાંક કમલેશભાઇ સંઘવી વિરૂધ્‍ધ રાજકોટના રહીશ ચંદ્રેશ રસીકલાલ ચંદારાણાએ ચેક રીટર્નની ફરીયાદ કરતા આરોપી પીનાંકને કોર્ટમાં હાજર રહેવા સમન્‍સ ઇસ્‍યુ કરેલ છે.

આ બનાવની ટુંક હકીકત એવી છે કે રાજકોટના રહીશ અને લોન કલાવર રોડ ઉપર લોન કન્‍સલટન્‍ટ તરીકે કામકાજ કરતા ચંદ્રેશ રસીકલાલ ચંદારાણાએ મિત્રતા અને સંબંધના દાવે રાજકોટના રહીશ કાલાવાડ રોડ ઉપર ગુલમહોર એપાર્ટમેન્‍ટમાં રહેતા અને કોસ્‍મોસ ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સના નામથી ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સનો ધંધો કરતા પીનાંક કમલેશભાઇ સંઘવીને પ,પ૦,૦૦૦ (પાંચ લાખ પચાસ હજાર) હાથ ઉછીના આપેલ હતા. જે ફરીયાદી ચંદ્રેશભાઇએ પરત માંગતા આરોપી પીનાંક સંઘવીએ બે ચેકો આપેલ જે બંને ચેકો વગર ચુકવણે પરત ફરેલ જેથી ચંદ્‌ેશભાઇએ તેમના વકીલશ્રી સંજય એચ. પંડીત મારફત રાજકોટ કોર્ટમાં નેગોશીએબલ ઇન્‍સટુમેન્‍ટ એકટ હેઠળ ચેક રીટર્નની ફરીયાદ દાખલ કરેલ છે જે અનુસંધાને એડી. ચીફ. જયુડી. મેજી. શ્રી બી.એચ.ધાસુરાએ આરોપી પીનાંક સંઘવીને કોર્ટમાં હાજર રહેવા સમન્‍સ ઇસ્‍યુ કરેલ છે.

આ કામે ફરીયાદી વતી ધારાશાષાી સંજય એચ.પંડીત રોકાયેલ છે.

(3:54 pm IST)