Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

મકાન માલીક અને ભાડુઆત વચ્‍ચેની કાનુની તકરારમાં કોર્ટનો મહત્‍વનો ચુકાદો

રાજકોટ તા. ર૬ :.. મકાન માલીકે ભાડુઆત સામે કરેલ અપીલ રદ કરી, ભાડુઆતે મકાન માલીક સામે કરેલ અપીલ રાજકોટની જિલ્લા અદાલતે મંજૂર કરી હતી.

રાજકોટના રહીશ રાજેશ દેવજીભાઇ વોરા કે જે રાજકોટ શહેરમાં સંઘવી નિવાસ રામકૃષ્‍ણનગર મેઇન રોડ, રાજકોટ મુકામે આવેલ મિલ્‍કતના માલીક છે તેઓએ તેમના ભાડુઆત હસમુખલાલ શાંતીલાલ શાહ સામે જિલ્લા અદાલતમાં સ્‍મોલ કોઝ કોર્ટના દરમ્‍યાન મનાઇ અરજી હેઠળના હુકમ સામે આપીલ કરેલ. અને ભાડુઆત હસમુખલાલ શાંતીલાલ શાહએ પણ મકાન માલીક રાજેશ દેવજીભાઇ વોરા સામે ક્રોસ અપીલ જિલ્લા અદાલતમાં દાખલ કરેલ હતી.

કોર્ટે બંને પક્ષકારોને સાંભળી હુકમ ફરમાવેલ છે કે, એપેલેન્‍ટ-ભાડુઆતે મનાઇ અરજીના પારા-બી અને સી માં માંગેલ દાદ એટલે કે લેટ્રીન, બાથરૂમ, ફળીયુ અને ડેલીનો પ્રવેશદ્વાર મકાન માલીકએ બંધ કરેલ છે તે તાત્‍કાલીક અસરથી ખોલી નાખવાની પ્રતિવાદી નં. ૧ (મકાન માલીક) ની ફરજ છે તો જ ભાડુત દરજ્જે મિલ્‍કતનો યોગ્‍ય રીતે ઉપયોગ કરી શકે અને તેમજ ભાડુઆત કબજા હકકવાળી મિલ્‍કતનો ફળીયા તરફનો દરવાજા ઉપર પાટીયા મારી દીધેલ છે તે વાદી પોતાના ઉપયોગ અર્થે જરૂર લાગે તો રીપેરીંગ કામ કરાવી શકે છે અને રીપેરીંગનો ખર્ચ ભાડામાંથી કપાવી શકશે. તે પ્રમાણે નીચેની અદાલતના હુકમમાં ફેરફાર કરી આપવામાં આવે તે યોગ્‍ય અને વ્‍યાજબી જણાય છે.

તેમજ મકાન માલીક દ્વારા કરવામાં આવેલ અપીલ રદ કરતા કોર્ટે ઠરાવેલ છે કે, નીચેની અદાલતનો હુકમ ઉપયુકત ફેરફાર સિવાયનો યોગ્‍ય હોય, તેમાં કોઇ હસ્‍તક્ષેપ કરવાનું જિલ્લા અદાલતને યોગ્‍ય લાગતું નથી.

આ કામમાં એપેલેન્‍ટ હસમુખલાલ શાંતીલાલ શાહ વતી વિકાસ કે. શેઠ, અલ્‍પા વિ. શેઠ, વિવેક  ધનેશા, વિપુલ આર. સોંદરવા, અક્ષય જી. ઠેસીયા એડવોકેટ દરજ્જે રોકાયેલા છે.

(3:54 pm IST)