Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

રાજકોટના જયનીલ અને આયુષી રાષ્ટ્રીય ટેબલ ટેનીસ ટૂર્ના.માં ભાગ લેશે

રાજકોટ, તા. ૨૬ :. આગામી તા. ૩ જાન્યુઆરીથી વડોદરા ખાતે યોજાનાર ૬૩મી નેશનલ સ્કૂલ ગેમ્સ ટેબલ ટેનિસ ચેમ્પીયનશીપ ૨૦૧૭-૧૮ માટે ગુજરાત રાજયની અન્ડર ૧૯ બોયઝ ટીમમાં રાજકોટની સેન્ટ મેરી સ્કૂલમાં ધો. ૧૧ મા અભ્યાસ કરતા જયનિલ મનીષભાઈ મહેતાની પસંદગી થયેલ છે. તદઉપરાંત કોલકતા (પં. બંગાળ) ખાતે તા. ૧૮ થી ૨૩ દરમિયાન યોજાનાર 'ઈલેવન સ્પોર્ટસ ૭૯મો નેશનલ જુનીયર યુથ ટેબલ ટેનિસ ચેમ્પીયનશીપ-૨૦૧૭ માટે ગુજરાત રાજ્ય તરફથી ઓપન ઈવેન્ટ રમવા માટે પસંદગી પામેલ છે.

એ જ રીતે રાજકોટની નિર્મળા કોન્વેન્ટ સ્કૂલમાં ધો. ૧૧માં અભ્યાસ કરતી આયુષી સંજયભાઈ ખખ્ખર ગુજરાત રાજયની અન્ડર ૧૯ ગર્લ્સ ટીમમાં પસંદગી પામી વડોદરા ખાતે નેશનલ રમવા માટે જશે.

સ્ટેટ ટેબલ ટેનિશ કોચ કિરણભાઈ ભટ્ટ, અંકિત મહેતા તથા જલય મહેતા પાસેથી જગજીવનરામ રેલ્વે ઈન્સ્ટીટયુટ, રાજકોટ ખાતે નિયમીત તાલીમ મેળવતા આ બન્ને ખેલાડીઓને ડીસ્ટ્રી. એસો.ના રિેન મહેતા, ડો. નિલેશ નિમાવત, બામસિંહ સરવૈયા, મનીષ મહેતા, આર.જે. ભટ્ટ, અશ્વિન રાઠોડ, ચંદ્રેશ રાઠોડ, સિકંદર જામ, બ્રિજેશ આચાર્ય તેમજ સંસ્થાના સેક્રેટરી કમલેશ ત્રિવેદી અને ચેરમેન કે.એસ. ચૌહાણે અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવેલ છે.

(3:52 pm IST)