Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

આંતરરાષ્ટ્રીય સંગીતની પરીક્ષામાં સિધ્ધી મેળવતા ક્રિએશન મ્યુઝીક રાજકોટના વિદ્યાર્થીઓ

રાજકોટઃ ક્રિએશન મ્યુઝીક ઇન્સ્ટ્રીટયુટમાં લંડનની ટ્રીનીટી કોલેજ દ્વારા મ્યુઝીકની આંતરાષ્ટ્રીય કક્ષાની પરિક્ષાઓ લેવાય છે. જેના મ્યુઝીક કોર્ષીષમાં ગ્રાન્ડ પિયાનો, કીબોર્ડ,  વોકલ્સ (સીંગીંગ), ગીટાર્સ, ડ્રમ્સ, ફલ્યુ્ટ વગેરેની થીયરી અને પ્રેકટીકલ એમ બે પરિક્ષાઓનો સમાવેશ થાય છે.  થીયરના પેપર્સ લંડનમાં ચેક થાય છે. જયારે પ્રેકટીકલ એકઝામ લેવા ટ્રીનીટી યુનિવર્સીટી લંડનથી માન્ય એકઝામીનર્સ આવે છે. જેમાં આ વખતે ક્રિએશન મ્યુઝીક ઇન્સ્ટીટ્યુટના સોૈરાષ્ટ્રના કુલ ૨૫૦ થી ૩૦૦ વિદ્યાર્થીઓએ ઇન્ટરનેશનલ લેવલની મ્યુઝીક એકઝામ આપી હતી. જેમાં રાજકોટના વિદ્યાર્થીઓએ આંતરરાષ્ટ્રીય સિધ્ધી મેળવી હતી. સોૈરાષ્ટ્રમાં ટ્રીનીટી મ્યુઝીક કોર્ષને લાવનાર કોલેજના રીપ્રેઝેન્ટીટીવ તરીકે  સેવા આપી રહેલ કેતનભાઇ દોશીએ જણાવ્યું હતું કે, ટ્રીનીટી કોલેજ છેલ્લા ૧૪૦ વર્ષથી ઇન્ટરનેશનલ લેવલે કાર્યરત છે.

આ વખતે ક્રિએશન મ્યુઝીકના વિદ્યાર્થીઓએ આંતરાષ્ટ્રીય સંગીતની પરીક્ષામાં સિધ્ધિ મેળવી હતી. જેમાં આશના મજેઠીયાએ ્ગ્રેડ-૪ કિબોર્ડમાં ૯૮ માર્ક સાથે સોૈરાષ્ટ્રમાં પ્રથમ ક્રમ અદ્વેત સોંલકીએ ગ્રેડ-૨ કિબોર્ડમાં ૯૮ માર્ક સાથે સોૈરાષ્ટ્રમાં પ્રથમ ક્રમ, હર્ષ મહેતાએ ગ્રેડ-૪ કિબોર્ડમાં ૯૭ માર્ક સાથે સોૈરાષ્ટ્રમાં દ્રિતિય ક્રમ, ફોરમ અકબરીએ પ્રારંભિક કિબોર્ડમાં ૯૫ માર્ક સાથે સોૈરાષ્ટ્રમાં ત્રીજો ક્રમ, નિરમોહી વડોદરીયાએ ગ્રેડ-૧ કિબોર્ડમાં ૯૫ માર્ક સાથે સોૈરાષ્ટ્રમાં ત્રીજો ક્રમ, પ્રાપ્તી પાઠકએ ગ્રેડ-૨ કિબોર્ડમાં ૯૫ માર્ક સાથે સોૈરાષ્ટ્રમાં ત્રીજો ક્રમ મેળવ્યો હતો.

(3:50 pm IST)