Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

જો તમે એક ટપાલ હો તો વાંચકોને શું આપશોઃ પોસ્ટલ તંત્ર દ્વારા સુપર નિબંધ સ્પર્ધા

રાજકોટ તા. ર૬: ભારતીય ટપાલ વિભાગ દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પત્ર લેખન સ્પર્ધાનું આયોજન તારીખ ૭ જાન્યુ.નાં સવારે ૧૦ થી ૧૧ નાં રાજકોટ હેડ પોસ્ટ ઓફીસ ખાતે યોજાયેલ છે. સ્પર્ધાનો વિષય નીચે મુજબ છે.

વિષયઃ જો તમે એક પત્ર (ટપાલ) હો તો સમયરૂપી મુસાફરી બાદ આપ આપના વાચનને શું વ્યકત કરવા ઇચ્છશો.

ઉપરોકત વિષય પર પત્ર ૧૦૦૦ શબ્દો સુધી લખી શકાશે, આ સ્પર્ધામાં શાળામાં અભ્યાસ કરતા તારીખ ૩૧.૦૩.ર૦૧૮ સુધીમાં ૧પ વર્ષ પુરા થતા હોય તે બાળકો ભાગ લઇ શકશે. પત્ર અંગ્રેજી અથવા ભારતીય બંધારણનાં પરિશિષ્ટ ૮ માં દર્શાવેલ કોઇપણ ભાષામાં લખી શકાશે.

ભાગ લેવા ઇત્સુક વિદ્યાર્થીઓ તેમની એન્ટ્રી મોડામાં મોડી તારીખ ર૯.૧ર.ર૦૧૭નાં સાંજે પ વાગ્યા સુધીમાં મળી જાય એ રીતે સીનીયર પોસ્ટ માસ્ટર રાજકોટ હેડ પોસ્ટ ઓફીસ, સદર બજાર, રાજકોટ-૩૬૦ ૦૦૧ને મોકલી આપવાની રહેશે. વધુ માહિતી માટે ફોન નં. (૦ર૮૧) રરર૬૪૩૬ ઉપર સંપર્ક કરવો તેમ ઉમેરાયું છે.

(3:49 pm IST)