Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

પડધરીના મેટોડા ગામે ગુંગળામણ થતા રમેશ મકવાણાનું મોત

સીગારેટ પીધા બાદ ફેંકેલી દિવાસળીથી ગાદલું સળગતા ઘટના

રાજકોટ તા. ર૬: પડધરીના મેટોડા ગામે સીગારેટ પીધા બાદ ફેંકેલી દિવાસળીથી ગાદલું સળગતા ગુંગળામણ થતા યુવાનનું મોત થયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ પડધરીના મેટોડા ગામે રહેતો રમેશ દેવશીભાઇ મકવાણા પરમ દિ' રાત્રે જમ્યા પછી ઉપર તેના રૂમમાં સુવા ગયો હતો અને સવારે બેભાન હાલતમાં મળતા સારવાર અર્થે પડધરી હોસ્પીટલમાં ખસેડાતા ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.

બનાવની જાણ થતા પડધરીના પોલીસ જમાદાર જે. બી. રાણા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતકના પરિવારજનોના જણાવ્યા મુજબ મૃતક રમેશને સિગારેટ પીવાની ટેવ હતી અને સિગારેટ પીધા બાદ ફેંકેલી સળગેલી દિવાસળીથી આગ લાગતા ગાદલુ અને પલંગ સળગી ગયા હતા. મૃતક રમેશે લાગેલી આગમાં ધુવાળામાં નીકળવાનો પ્રયાસ કર્યો હતો પણ તેનું ગુંગળામણને કારણે મોત થયું હતું. બનાવ અંગે પડધરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(3:49 pm IST)