Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

જગ્‍યા રોકાણ શાખા ત્રાટકી : ૧૫૨ રેકડી-કેબીન-અન્‍ય ચીજવસ્‍તુઓ જપ્ત

રાજકોટ તા.૨૬ : મ્‍યુનિ. કોર્પોરેશન દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં જુદી જુદી જગ્‍યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા ૧૫ રેંકડી-કેબીન, ૧૩૭ અન્‍ય ચીજવસ્‍તુઓ, ૨૮ કિલો શાકભાજી-ફળો વગેરે જપ્ત તેમજ ૮ હજાર વહીવટી ચાર્જે વસુલવામાં આવ્‍યો હતો.

આ અંગે તંત્રની સત્તાવાર માહિતી મુજબ કોર્પોરેશનની જગ્‍યા રોકાણ શાખા દ્વારા રસ્‍તા પર નડતર ૧૫ રેંકડી-કેબીનો મહિલા કોલેજ ચોક, લાખાજીરાજ રોડ, જયુબેલી, માંડાડુંગર, પુષ્‍કરધામ રોડ, રામાપીર ચોકડી, ૧૫૦ ફૂટ રીંગ રોડ વિગેરે જગ્‍યાએથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી ૧૩૭ અન્‍ય પરચુરણ ચીજ વસ્‍તુઓ જપ્ત કરવામાં આવી હતી જે મહિલા કોલેજ ચોક, લાખાજીરાજ રોડ, જંકશન, યાજ્ઞિક રોડ, ધરાર માર્કેટ, પુષ્‍કરધામ રોડ, જયુબેલી, વિરાણી સ્‍કુલ વિગેરે સ્‍થળોથી જપ્ત કરવામાં આવી હતી, ૮૨ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને જયુબેલી રોડ પરથી જપ્ત કરવામાં આવ્‍યા હતા, તેમજ રૂ/- ૯,૦૦૦ વહીવટી ચાર્જ મોરબી રોડ, સંત કબીર રોડ, યાર્ડ વિસ્‍તાર, માંડાડુંગર, કોઠારીયા રોડ અને ભક્‍તિનગર પરથી વસુલ કરવામાં આવ્‍યો હતો.

(3:24 pm IST)