Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

૧૩ દિ’ પહેલા કેસરી પુલ પાસે ટુવ્હીલર પરથી બસ આગળ પડતું મુકનાર વણિક પ્રોઢનું મોત

કેન્સરથી કંટાળીને પગલું ભર્યાનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો હતોઃ ખત્રીવાડના દોમડીયા પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૬: સોની બજાર ખત્રીવાડ કબીર શેરીમાં જામનગરના જુના ઉતારા પાસેર હમેતાં પિયુષભાઇ હરકિશનભાઇ દોમડીયા (ઉ.૫૫) નામના જૈન વણિક પ્રોઢે તેર દિવસ પહેલા ૧૩મીઍ વહેલી સવારે કેસરી પુલ નજીક આઇ.પી. મિશન સ્કૂલ પાસે પોતાના ચાલુ ટુવ્હીલર પરથી ખાનગી બસની આગળ પડતું મુકી દેતાં શરીરે અને ડાબા પગમાં ગંભીર ઇજાઅો થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. તેમનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.  તેમના પરિવારજનોના કહેવા મુજબ કેન્સરની બિમારીથી કંટાળીને તેમણે આ પગલું ભર્યુ હતું.

 

૧૩મીઍ સવારે સાડા ચારેક વાગ્યે ઍક પ્રોઢે  કેસરી પુલ નજીક અમદાવાદ તરફથી આવી રહેલી ખાનગી બસની આગળ પોતાના ઍક્સેસ પરથી ચાલુ ડ્રાઇવીંગે જ કૂદકો મારી દેતાં ગંભીર ઇજાઅો થઇ હતી. બનાવની જાણ થતાં ૧૦૮ પહોîચી ગઇ હતી અને પ્રોઢને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. તેમની પાસેથી મળેલી ચિઠ્ઠીના ફોન નંબર પરથી તેમના ભાઇ નિખીલભાઇ દોમડીયાને જાણ કરવામાં આવતાં તેઅો હોસ્પિટલે પહોîચ્યા હતાં અને ઇજાગ્રસ્ત વ્યક્તિ પોતાના ભાઇ પિયુષભાઇ દોમડીયા હોવાનું કહ્નાં હતું.

પિયુષભાઇ ત્રણ ભાઇ અને ઍક બહેનમાં વચેટ હતાં અને સોની બજારમાં જે.ઍન. સિલ્વર નામની દૂકાનમાં કામ કરતાં હતાં. તેમને સંતાનમાં ઍક પુત્ર અને ઍક પુત્રી છે. પિયુષભાઇ વહેલી સવારે ઘરે જાણ કર્યા વગર ઍક્સેસ લઇને નીકળી ગયા હતાં અને બસ સામે પડતું મુકી દીધુ હતું. તેમણે ચિઠ્ઠીમાં પોતાની જાતે કેન્સરની બિમારીથી કંટાળીને આ પગલું ભરતાં હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ઍઍસઆઇ ડી. બી. ખેરઍ જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૭)

(12:09 pm IST)