Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

થોરાળાના દરજી યુવાને વીવીઆઇપી મોબાઇલ નંબર મેળવવાની લ્હાયમાં ૧.૨૦ લાખ ગુમાવ્યા

ઠગાઇ કરનારે પોતે ભારતી ઍરટેલ કંપનીના અોપરેશનલ મેનેજર હોવાની અોળખ આપી’તીઃ મિત્રને આવેલા મેસેજ પરથી મુંબઇગરાનો કોન્ટેક્ટ કર્યો ને ત્રણ મોબાઇલ નંબર માટે રકમ ચુકવી દીધીઃ ન નંબર મળ્યા, ન રકમ પાછી આવીઃ થોરાળા પોલીસે મુંબઇના કરન ડી. ગ્રોવર સામે ગુનો નોîધી તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૨૬: મોબાઇલમાં ઘણા લોકોને વીવીઆઇપી કોન્ટેક્ટ નંબર લેવાનો શોખ હોય છે. આ માટે મોટી રકમ પણ ચુકવતાં હોય છે. થોરાળા વિસ્તારના દરજી યુવાને મિત્રના ફોનમાં આવેલા મેસેજને આધારે મુંબઇના શખ્સ પાસેથી વીવીઆઇપી નંબરના સિમકાર્ડ મેળવવા તેને રૂ. ૧,૨૦,૦૦૦ અોનલાઇન ચુકવ્યા બાદ આ નંબરો ન મળતાં અને પૈસા પણ પાછા ન આવતાં ફરિયાદ નોîધાવી છે. છેતરપીંડી કરનાર શખ્સે પોતે ભારતી ઍરટેલ કંપનીનો મુંબઇનો અોપરેશનલ મેનેજર હોવાની અોળખ આપી હતી!

બનાવ અંગે થોરાળા પોલીસે નવા થોરાળા-૧૫માં શિવશક્તિ પાન પાસે રહેતાં અને મોનોસ્ટીલ ઇન્ડિયા કંપનીમાં માર્કેટીંગનું કામ કરતાં દરજી યુવાન ગોતમ બટુકભાઇ ચોહાણ (ઉ.૩૩)ની ફરિયાદ પરથી મુંબઇ બાંદ્રા ખાતે ભરતનગર ભોળાભાઇની શેરી રૂમ નં. ૩૨૫માં રહેતાં અને પોતાને ભારતી ઍરટેલ લી.ના અોપરેશનલ મેનેજર તરીકે ઓળખાવનાર કરન ડી. ગ્રોવર સામે આઇપીસી ૪૦૬, ૪૨૦ મુજબ ગુનો નોîધ્યો છે.

ગોતમે જણાવ્યું છે કે હુ ૧૬/૯ના સાંજે મારા મિત્ર ધવલ ચંદુભાઇ સાકરીયા સાથે હતો ત્યારે તેના મોબાઇલમાં ઍક મેસેજ આવેલો કે વીવીઆપી નંબર ધમાકા ૩૦ ટકાની છૂટ. ૯૦૦૦૦ ૦૦૦૦૦, ૯૧૯૧૯ ૧૯૧૯૧, ૮૯૯૯૯ ૯૯૯૯૯...કોલ કરન મો. નંબર ૮૦૯૭૧ ૦૭૦૮૯, પ્રાઇસ રૂ. ૧ લાખ. આ મેસેજ મને મિત્રઍ બતાવતાંમેî તેમાં દર્શાવેલા નંબર પર ફોન કરી ૯૦૦૦૦ ૦૦૦૦૦ નંબર જાઇતો હોય તો કેટલી કિંમત થાય તેમ પુછતાં કરને પોતે કંપનીમાં અોપરેશનલ મેનેજર હોવાનું અને અોફિસનું સરનામુ ૭૦૨-૭૦૩ પેનીસુલર પાર્ક, પરેલ સ્ટેશન પાછળ મુંબઇ હોવાનું કહી આ નંબર માટે રૂ. ૧ લાખ થશે તેમ કહેતાં મેî નંબર બૂક કરાવેલ અને કરનના કહેવા મુજબ તેને અોનલાઇન પેમેન્ટ ચુકવ્યું હતું. પહેલા મેî તેને ૫૦ હજાર, બાદમાં ૨૦ હજાર અોનલાઇન ચુકવ્યા હતાં.

બાદમાં કરનનો મેસેજ આવેલ કે હજુ ઍક ખાસ અોફર છે તમને બીજા બે નંબરો ૮૦૦૦૦ ૦૦૦૦૦ અને ૭૦૦૦૦ ૦૦૦૦૦ સાઇઠ હજારમાં બુક કરી આપીશ. જા કે વાટાઘાટ બાદ ૫૦ હજારમાં નક્કી થતાં મેî તેને આ રકમ પણ ટ્રાન્સફર કરી દીધી હતી. કુલ ૧,૨૦,૦૦૦ મેî તેને ચુકવ્યા હતાં. તેણે આવતીકાલે નંબરો ચાલુ થઇ જશે તેમ કહ્નાં હતું. ત્યારપછી ૧૧/૧૦ના રોજ મને કરને ફોન કરી કહેલ કે તમારી નજીકની ઍરટેલની શાખાઍ જઇ મારી સાથે વાત કરાવો. આથી હું અને મિત્રો યાજ્ઞિક રોડની ઍરટેલની શાખા પર ગયા હતાં. જ્યાંના મેનેજરે કરન સાથે વાત કરી હતી. ત્યાંથી મેનેજેર રજીસ્ટ્રેશન આઇ-ડી અથવા ઇ-મેઇલ આઇડી આપો પછી નંબર ચાલુ થશે. આથી અમે કરનને વાત કરતાં તેણે કહેલ કે બીજી કોઇ શાખામાં જાવ. આથી અમે ઢેબર રોડ પર ઍરટેલની શાખામાં જતાં ત્યાં કરને ત્યાંના મેનુજરને ત્રણ યુનિવર્સલ સિમ કાર્ડ ઇશ્યુ કરો તેમ કહેતાં મેનેજરે ૭૦ રૂપિયા લઇ ત્રણ કાર્ડ આપ્યા હતાં. કરનને અમે નવા નંબર ચાલુ કરી દેવા કહેતાં તેણે કલાકની રાહ જાવાનું કહ્નાં હતું. પરંતુ નંબર ચાલુ થયા નહોતાં.

ઍ પછી કરને વ્હોટ્સઍપ પર ઍક ઇન્વોઇસ લેટર અને ભારતી ઍરટેલ કંપનીનું ઍમ્પ્લોય આઇડી તથા આધાર કાર્ડની ઝેરોક્ષ અને રૂ. ૧,૬૫,૨૦૦નો આંકડો મારા મિત્ર ધવલને મોકલ્યો હતો. અમે કરનને આ શું છે? તેમ પુછતાં તેણે કહેલ કે તમારુ કુલ બીલ રૂ. ૧,૬૫,૨૦૦ થાય છે. વધારાની રકમ મોકલો ઍટલે કાર્ડ ચાલુ થશે. ત્યારપછી અમને શંકા જતાં કરનને ફરીથી ફોન કરતાં તેણે તમારી રકમ ફરીથી તમારા ઍકાઉન્ટમાં મોકલી આપીશ તેવી વાતો કરી હતી. પરંતુ આટલા દિવસો થવા છતાં કાર્ડ ચાલુ ન થતાં અને રકમ પણ પાછી ન આવતાં અંતે ફરિયાદ કરી હતી.

થોરાળાના પીઍસઆઇ જે. કે.ગઢવીઍ તપાસ શરૂ કરી છે. (૧૪.૮)

 

(12:09 pm IST)