Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

કાનપુરના મિથુનભાઇ દોરીવાલાની અનોખી કહાનીઃ બારેમાસ બનાવે છે પતંગનો દોરો

સાચુ નામ અબ્દુલબારી...પણ દેખાવે અભિનેતા મિથુન જેવા હોવાથી સોઍ નામ પાડી દીધું મિથુનભાઇ : મિથુનભાઇ સાથે ત્રણ પુત્રો, પિત્રાઇ ભાઇઅો સહિતના ૯ લોકો પાંચ મહિના રાજકોટમાં અને બાકીના દિવસે કાનપુરમાં કરે છે કામઃ સદર બજારમાં સતત પચ્ચીસેક વર્ષથી રાજકોટમાં દોરો પાવાનું કામ કરતાં કારીગરે કદી પણ ભાવ વધારો નથી કર્યો!: કહે છે-ગ્રાહકો રાજી ઍટલે અમે રાજી

રાજકોટઃ ના ભાઇ અમને બીજુ કોઇ કામ ન આવડે હો, અમારી તો જિંદગીની ડોર અને પતંગની દોર ઍક બીજા સાથે જાડાયેલા છે. હું અત્યારે ૫૬ વર્ષનો છું, અને અઢાર વર્ષનો હતો ત્યારથી પતંગના દોરા પાવાનું કામ કરુ છું. આ કળા મને મારા મોટા ભાઇ રહીસભાઇ તરફથી મળે છે. તેઅો હાલમાં હયાત નથી. પણ હું મારા ત્રણ પુત્રો, મારા કાકા-મોટાબાપુના પુત્રો ઍમ બધાની રોજીરોટી પતંગની દોરી બનાવવાના કામમાંથી જ રળે છે. રાજકોટમાં અમે સપ્ટેમ્બર માસથી આવીને અમારુ કામ શરૂ કરી દઇઍ છીઍ. સદર બજારમાં જુના નુતન પ્રેસ નજીક વોîકળાની જગ્યા જ અમારું દર વર્ષનું સરનામુ બની ગઇ છે. છેલ્લા ત્રીસ વર્ષથી હું દોરો પાવાનું કામ કરવા રાજકોટ આવુ છું. પરંતુ મેî છેલ્લા ઘણા વર્ષોથી આ કામમાં ભાવ વધારો કર્યો નથી. ગ્રાહકોને રાજી રાખવા ઍ જ અમારુ ધ્યેય છે....આ વાત કહી હતી કાનપુર (યુ.પી.)થી દોરો પાવાનું કામ કરવા રાજકોટ આવેલા અબ્દુલબારી ઉર્ફ મિથુનભાઇ દોરીવાલાઍ.

દેખાવે અભિનેતા મિથુન જેવા હોવાથી બધાઍ તેમનું નામ મિથુનભાઇ પાડી દીધુ છે. તે કહે છે આ નામ પણ મને રાજકોટમાં જ મળ્યું છે. પાંચેક મહિના અમે બધા અહિ દોરો પાવાનું કામ કરીઍ છીઍ. બાદમાં યુ.પી.માં પણ આ કામ ચોમાસાના અમુક દિવસો સિવાય ચાલુ રહે છે. કારણ કે ત્યાં અોગષ્ટ માસમાં પતંગોત્સવ ઉજવાય છે. અમને બીજુ કોઇ કામ આવડતું જ નથી ઍટલે અમારી જિંદગીની ડોર અને પતંગની દોર ઍક બીજાના પુરક બની ગયા છે. મિથુનભાઇ કહે છે ૧ હજાર વારની રીલના અમે રૂ. ૫૦, ૨૫૦૦ વારની રીલના રૂ. ૧૨૫ અને ૫૦૦૦ વારની રીલ પાઇ આપવાના અમે રૂ. ૨૫૦ જ લઇઍ છીઍ. વર્ષોથી અમે આમાં કોઇપણ જાતનો ભાવ વધારો કર્યો નથી.

રાજકોટમાં ભાડે રૂમ રાખીને પાંચ મહિના સુધી રહીને પેટીયુ રળતાં મિથુનભાઇ સાથે તેમના ત્રણ પુત્રો યુસુફ, અકરમ અને આકીફ તથા પિત્રાઇ ભાઇઅો અને ગામના અન્ય ઍકાદ બે યુવાનો દોરો પાવાનું કામ કરે છે. તે કહે છે દોરો પાવામાં ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઅોમાં ભાવ વધારો આવ્યો છે પરંતુ અમે વર્ષોથી જે ગ્રાહકો અમારી સાથે જાડાયેલા છે તેનો પ્રેમભાવ જળવાઇ રહે તે માટે કદી ભાવ વધારો કર્યો નથી. કોઇપણ ગ્રાહક આવે ઍ અમારા માટે ભગવાન સમાન હોય છે. તેઅો દોરા બનાવીને વેપારીઅોને પણ સપ્લાય કરે છે.

 તસ્વીરમાં મિથુનભાઇ દોરીવાલા અને તેમના પુત્રો તથા તેમના વતનના અન્ય કારીગરો દોરો બનાવતાં જાઇ શકાય છે. (૧૪.૫)

(12:08 pm IST)