Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

નવલનગરના રજપૂત યુવાનની હત્યાથી પરિવારમાં કલ્પાંતઃ નામીચા સાગર રાણા અને ટોળકી સામે રોષ

કાંગશીયાળીની સીમના ફાર્મ હાઉસમાં ૭મીઍ જન્મદિવસની પાર્ટીમાં ધબધબાટી થઇ’તીઃ દર્શન અને સાગરના મિત્ર ભરત ભરવાડ વચ્ચે મનદુઃખ હોઇ તેના કારણે હુમલો કરાયો’તોઃ સાગર, કાનો આહિર અને ભરત ભરવાડ જેલ હવાલે છે

તસ્વીરમાં હત્યાનો ભોગ બનનાર દર્શન સોલંકીનો ફાઇલ ફોટો (પ્રથમ) તથા હત્યાના આરોપીઅો સાગર રાણા તથા ભરત રાણાનો ફોટો

રાજકોટ તા. ૨૬: ગોîડલ રોડ પર કાંગશીયાળીની સીમમાં આવેલા બોરીચા ફાર્મ હાઉસમાં ૭મી ડિસેમ્બરે રાત્રે યોજાયેલી જન્મદિવસની પાર્ટીમાં માથાકુટ થતાં નામચીન સાગર રાણા અને તેના બે મિત્રોઍ નવલનગર-૮માં રહેતાં કારખાનેદાર દર્શન રાજેશભાઇ સોલંકી (ઉ.૨૧) નામના રજપૂત યુવાનને  છરીનો ઘા ઝીંકી દેતાં સારવાર હેઠળ હતો. હત્યાની કોશિષનો ગુનો નોîધી શાપર પોલીસે કલાકોમાં જ આરોપીઅોને ઝડપી લીધા હતાં. આ ત્રણેય હાલ જેલમાં છે. દરમિયાન દર્શને દમ તોડી દેતાં બનાવ હત્યામાં પરિણમતાં રજપૂત પરિવારજનોમાં શોક વ્યાપી ગયો છે. તેમજ નામીચા સાગર રાણા અને ટોળકી સામે રોષ ફેલાયો છે.

શાપર વેરાવળ પોલીસે દર્શનના પિતા રાજેશભાઇ પ્રાગજીભાઇ સોલંકીની ફરિયાદ પરથી જે તે દિવસે સાગર રાણાભાઇ લોખીલ, તેના મિત્રો ભરત ભરવાડ તથા કાના મિંયાત્રા સામે હત્યાની કોશિષનો ગુનો નોîધ્યો હતો. દર્શનના મોતથી હવે આ ગુનામાં ૩૦૨ની કલમ ઉમેરી છે. રાજેશભાઇઍ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેનો પુત્ર દર્શન સોલંકી નવલનગરમાં ફેબ્રિકેશનનું કારખાનુ ચલાવતો હતો. દિવાળીના તહેવાર પર તેને સાગર રાણાના મિત્ર ભરત ભરવાડ સાથે ફટાકડા ફોડવા બાબતે માથાકુટ થતાં બંને વચ્ચે મારામારી થઇ હોઇ ત્યારથી મનદુઃખ ચાલતું હતું.

૭મીઍે ગોîડલ રોડ કિશાન પંપ સામે કાંગશીયાળીની સીમમાં દર્શનના કોઇ મિત્રના જન્મદિવસની પાર્ટી બોરીચા ફાર્મ હાઉસ ખાતે યોજાઇ હોઇ દર્શન ત્યાં ગયો હતો. તે વખતે ભરત ભરવાડ, સાગર રાણા અને કાનો પણ ત્યાં હતાં. આ વખતે દર્શને ઍકબીજાને ગમે નહિ તેવી વાત કરતાં કાનાઍ તેને તમાચો મારી દીધો હતો. આ કારણે ઉગ્ર બોલાચાલી થતાં ભરતે ખુરશી ફટકારી દીધી હતી. બાદમાં કાના અને સાગરે દર્શનને પકડી રાખ્યો હતો અને ભરતે પેટમાં છરીનો ઘા ઝીંકી દીધો હતો અને મારી નાંખવાની ધમકી આપી બધા ભાગી ગયા હતાં.

દર્શનને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં શાપર પી.ઍસ.આઇ. આર. જી. સીદુર, કિરીટસિંહ સહિતના સ્ટાફે કાર્યવાહી કરી હતી. નામચીન સાગર રાણા અનેક ગુનાઅોમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. હવે તેની સામે હત્યાનો ગુનો પણ નોîધાયો છે.

હત્યાનો ભોગ બનનાર દર્શન બે ભાઇ અને ઍક બહેનમાં મોટો હતો. તેની અગાઉ સગાઇ થઇ હતી પણ બાદમાં તૂટી ગઇ હતી. પોલીસ સુત્રોના કહેવા મુજબ દર્શન વિરૂધ્ધ પણ પ્રોહીબીશનના ગુના હતાં. યુવાન દિકરાની હત્યાથી પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. (૧૪.૭)

(12:08 pm IST)