Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

બાપા સીતારામ ચોક પાસે કાર વોશીંગના વંડામાંથી દારૂની ૧૦ બોટલ સાથે બે પકડાયા

ક્રાઇમ બ્રાંચનો દરોડો : તૃપેશ વાઘેલા અને સિધ્‍ધાર્થ ઉર્ફે ટીકુની ધરપકડ

રાજકોટ, તા. ર૬ :  મવડી પોલીસ હેડ કવાર્ટર બાપા સીતારામ ચોક પાસે વસંત વાટીકા એપાર્ટમેન્‍ટની સામે આવેલા ગણેશકાર વોશીંગ ગેરેજના વંડામાં ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી દારૂની ૧૦ બોટલ સાથે બે શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ મવડી પોલીસ હેડકવાટર્સ પાસે બાપા સીતારામ ચોક પાસે આવેલા એક ગેરેજના વંડામાં દારૂનો જથ્‍થો પડયો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચના હેડ કોન્‍સ. ક્રિશ્નસિંહ ઝાલા તથા કોન્‍સ.  કુલદીપસિંહ રાણા સહિતે ગણેશ કાર વોશીંગ ગેરેજના વંડામાં દરોડો પાડી રૂા. ૪૦૦૦ ની કિંમતની દારૂની ૧૦ બોટલ સાથે તૃપેશ નાનજીભાઇ વાઘેલા (ઉ.વ.ર૩) (રહે. નાના મવા રોડ આંબેડકરનગર શેરી નં. ર) અને સિધ્‍ધાર્થ ઉર્ફે ટીકુ કિશોરભાઇ જાદવ (ઉ.વ.ર૪) (રહે. નાના મવા રોડ જયંતીનગર શેરી નં. ૧) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

 

(3:50 pm IST)