Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

રાજકોટમાં અકસ્‍માત સર્જી ફરાર આરોપીને રૂરલ એસઓજીએ ઝડપી લીધો

(કરશન બામટા દ્વારા)આટકોટ તા. ૨૫ :  રાજકોટ શહેરના થોરાળા પો.સ્‍ટે. વિસ્‍તારમાં અકસ્‍માત કરી નાસ્‍તા-ફરતા ઇસમને રૂરલ એસઓજીએ ઝડપી લીધો હતો.

પોલીસ અધિક્ષક  જયપાલસિંહ રાઠૌડ  નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્‍વયે એસ.ઓ.જી પોલીસ ઇન્‍સપેક્‍ટર શ્રી કે.બી.જાડેજાની સુચના મુજબ તથા પો.સબ.ઇન્‍સ  બી.સી.મિયાત્રા તથા  કે.એમ.ચાવડાના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી બ્રાંચના માણસો પેટ્રોલીંગમાં હતા  તે દરમ્‍યાન ખાનગી રાહે હકીકત મળેલ કે રાજકોટ શહેર થોરાળા પો.સ્‍ટેના અકસ્‍માતના ગુન્‍હામાં વોન્‍ટેડ આરોપી હેમંત બાબુભાઇ ગોવાણી  રહે.વેરાવળ(ભાડલા) તા.જસદણ  ભાડલા બસસ્‍ટેન્‍ડ પાસે ઉભેલો હોવાની  હકિકત આધારે આરોપીને હસ્‍તગત કરી ભાડલા પો.સ્‍ટે સોપી આપેલ છે.  

આ કામગીરીમાં એસ.ઓ.જી.બ્રાંચના  પો.હેઙ.કોન્‍સ વિજયભાઇ વેગડ , જયવિરસિહ રાણા, હિતેષભાઇ અગ્રાવત, પો.કોન્‍સ રહિમભાઇ દલ, કાળુભાઇ ધાધલ, અમિતભાઇ શુરૂ, અરવિંદભાઇ દાફડા તથા રણજીતભાઇ ધાધલ રોકયા હતા.

(1:49 pm IST)