Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

પુત્રીની દવા લેવા નીકળેલા પિતાનું જયુબીલી બગીચામાં હાર્ટએટેકથી મોત

રમેશભાઇ દેત્રોજા દવા લઇ સાઇકલ હંકારી ઘરે જતા'તા ત્યારે છાતીમાં દુઃખતા બગીચામાં બેઠાને જીવ ગયોઃ અરેરાટી

રાજકોટ તા.ર૬ : શહેરના અંબાજીકડવા પ્લોટમાં રહેતા પટેલ આધેડ પુત્રીની દવા લેવા નીકળ્યા બાદ જયુબેલી ગાર્ડન પાસે છાતીમાં દુઃખાવો ઉપડતા તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.મળતી વિગત મુજબ અંબાજી કડવા પ્લોટ શેરી નં.૩માં રહેતા રમેશભાઇ પ્રેમજીભાઇ દેત્રોજા (ઉ.૪પ) ગઇકાલે પોતાની સાયકલ લઇને પુત્રીની દવા લેવા માટે નિકળ્યા હતા બાદ તેજયુબેલી ગાર્ડન પાસે પહોંચતા તેને છાતીમાં દુઃખાવો ઉપડતા ગાર્ડનમાં બેઠા બાદ બેભાન થઇ ગયા હતા. બેભાન પડેલા આધેડને જોઇ કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્થળ પર પહોંચી ૧૦૮ ના ઇએમટીએ તપાસ કરતા તેનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ થતા એ ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ રવીભાઇ વાઘેલા અને રાઇટર હરવીજયસિંહ ગોહીલે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી મૃતક રમેશભાઇને સંતાનમાં બે પુત્રી છે તે એક દુકાનમાંં નોકરી કરતા હતા બેપુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

(2:29 pm IST)
  • ઉત્તરાખંડ સરકારે રાજયમાં રેપીડ એન્ટીજન ટેસ્ટ માટે મહત્તમ ભાવ રૂ.૬૭૯ નક્કી કર્યા access_time 4:03 pm IST

  • કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબ મુફ્તીને ઝટકો : પીડીપી પાર્ટીના ત્રણ નેતાઓએ રાજીનામુ આપ્યું : ધમન ભસીન ,ફલૈલ સિંહ ,તથા પ્રીતમ કોટવાલે પાર્ટી સાથે છેડો ફાડ્યો access_time 1:36 pm IST

  • સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યુ કે હાલમાં સ્કૂલો શરૂ કરવાનો કોઈ વિચાર નથી : જલ્દીથી વેકસીન આવવાની છે. access_time 4:03 pm IST