Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

નંદ ગોપાલ ગેસ દ્વારા ઉજજવલા યોજનાનો લાભ

 પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ઘરે ઘરે ગેસ કનેકશન આપવાના ડ્રીમ પ્રોજેકટ અંતર્ગત ૨૪ લાભાર્થી બહેનોને ઉજવલા યોજના તળે ગેસ કનેકશનો અપાતા એક નાનકડો સમારોહ ગોઠવવાં આવ્યો હતો. ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, કોર્પોરેટર દક્ષાબેન ભેસણીયા, પૂર્વ કોર્પોરેટર રસીકભાઇ પટેલ અને સ્વાતંત્રય સેનાની મનુભાઇ વિઠલાણીના હસ્તે આ ગેસ કનેકશન કીટનું વિતરણ કરવામાં આવેલ. આ તકે ડે.મેયર અશ્વિનભાઇ મોલીયાએ પ્રાસંગીક પ્રવચન કરી ઉજજવલા યોજનાનો વધુને વધુ લોકોએ લાભ લેવા અનુરોધ કરેલ. અંતમાં નંદગોપાલ ભારત ગેસ એજન્સીના અશ્વિનભાઇ વિઠલાણીએ ગ્રાહકોને શ્રેષ્ઠ સુવિધા આપવાની તત્પરતા દર્શાવી ગ્રાહકોએ ડીઝીટલ કે ઓનલાઇન પેમેન્ટ કરવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં અંકુરભાઇ વસોયા, યોગેશભાઇ રાઠોડ, સંતોષભાઇ બિશનોય વગેરે ઉપસ્થિત રહેલ. અંતમાં આભારવિધી કુંજેશભાઇ વિઠલાણીએ કરી હતી.

(3:32 pm IST)