Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

ગાંધીગ્રામ અને માલવીયાનગર પોલીસે ત્રણ વાહન ઉઠાવગીરને પકડી લીધા

યુનુસ, રાજુ અને રાહુલની ધરપકડઃ નંબર વગરના બાઇક-એકટીવાના માલિક પોકેટ કોપ એપ્લીકેશનથી શોધવામાં આવ્યા

રાજકોટઃ ગાંધીગ્રામ પોલીસે રૈયા ગામમાં બાબુભાઇ ભરવાડના વાડા પાછળ રહેતાં યુનુસ જાનમહમદ બ્લોચ (ઉ.૨૦) અને મોરબી રોડ જય જવાન જય કિશાન શેરી-૩માં રહેતાં રાજુ બાબુભાઇ પરમાર (ઉ.૨૨)ને રૂ. ૩૫ હજારના નંબર વગરના ચોરાઉ બાઇક સાથે શિતલ પાર્ક પાસેથી પકડી લીધા છે. આ બાઇક દુધ સાગર રોડ ગુ.હા. બોર્ડમાં રહેતાં નિરજભાઇ પારેખનું હોવાનું ખુલ્યું હતું. પોકેટ કોપ એપ્લીકેશનના ઉપયોગથી  ખબર પડી હતી કે આ બંને અગાઉ પણ વાહનચોરીમાં સંડોવાઇ ચુકયા હતાં. પી.આઇ. વી. વી. ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ આર. જે. જાડેજા, હેડકોન્સ. રાહુલભાઇ વ્યાસ, કોન્સ. વનરાજભાઇ લાવડીયા, હિતેન્દ્રસિંહ ઝાલા, કનુભાઇ બસીયા, દિવ્યરાજસિંહ જાડેજા, શૈલેષભાઇ કગથરા અને દિનેશભાઇ વહાણીયાએ કનુભાઇ અને શૈલેષભાઇની બાતમી પરથી આ કામગીરી કરી હતી.

જ્યારે માલવીયાનગર પોલીસે રાહુલ ભરતભાઇ લકુમ (ઉ.૨૪-રહે. કોઠારીયા સોલવન્ટ ૨૫ વારીયા, શિતળા ઢાળ)ને નંબર વગરના ચોરાઉ એકટીવા સાથે કોન્સ. ભાવેશભાઇ ગઢવીની બાતમી પરથી પી.આઇ. એન. એન. ચુડાસમાની રાહબરીમાં પીએસઆઇ આર. એ. જાડેજા, જોગરાણા, હેડકોન્સ. રાહીદભાઇ સમા, કોન્સ. હરપાલસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા અને કુલદીપસિંહ જાડેજાની ટીમે પકડી લીધો હતો. પોકેટ કોપ એપ્લીકેશનનો ઉપયોગ થતાં આ વાહનના નંબર જીજે૩એચએમ-૯૨૯૫ હોવાનું અને માલવીયાનગર પોલીસ મથક હેઠળના વિસ્તારમાંથી જ ચોરી થયાનું ખુલ્યું હતું. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી એસ.આર. ટંડેલ, એસીપી જે. એસ. ગેડમની સુચના અંતર્ગત બંને ડિવીઝનોની ટીમોએ આ ડિટેકશન કર્યુ હતું.

(3:26 pm IST)