Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

રાજકોટ જિલ્લામાંથી હદપાર થયેલ જસદણનો રોહિત ઉર્ફે મુન્નો રોજાસરાને દબોચી લેતી રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી બ્રાન્ચ

રાજકોટ જિલ્લામાંથી હદપાર થયેલા જસદણનો રોહિત ઉર્ફે મુન્નોને રાજકોટ ગ્રામ્ય એસઓજી બ્રાન્ચે ઝડપી લીધૉ છે રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાએઆગામી જસદણ વિસ્તાર વિધાનસભા ચૂંટણી અનુસંધાને હદપાર ભંગ કરેલ ઈસમોને પકડવા સુચના કરેલ હોય જેથી પો.ઇન્સ. એસ.ઓ.જી.એમ.એન.રાણાતથા પો.સબ.ઇન્સવાય.બી.રાણાના માર્ગદર્શન હેઠળ  એસ.ઓ.જી બ્રાન્ચના પો.હેડ.કોન્સ સંજયભાઈ નિરંજની તથા પો.કો.દિનેશભાઇ ગોંડલીયા તથા પો.કોન્સ ધર્મેન્દ્રભાઈ ચાવડા તથા પો.કોન્સ રણજીતભાઈ ધાધલ તથા ડ્રા.પો.કોન્સ હમીદભાઈ આરબ  સાથે જસદણ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન પો.કોન્સ દિનેશભાઇ ગોંડલીયાને બાતમી મળેલ કે જસદણ ગામનો રોહિત ઉર્ફે મુનો નંદાભાઈ ઉર્ફે નરેન્દ્રભાઈ રોજાસરા હદપાર હોવા છતાં જસદણ ગામે રહેતો હોય જેથી હકીકત વાળી જગ્યાએ ચેક કરતા સદરહુ ઈસમ મળી આવતા અટક કરી જસદણ પો.સ્ટે  જી.પી.એકટ કલમ 142 મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

(10:58 pm IST)