Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

રાજયના નાગરિકોનું જીવન પ્રકાશમય બનવાની કામના કરતા મુખ્યમંત્રી રૂપાણી

મુખ્યમંત્રીના હસ્તે આતશબાજીનો શુભારંભઃ ફુલઝર પેટાવી દિવાળી ઉજવણીનો આરંભ કરાવતા મુખ્યમંત્રી વિજયભાઇ: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દિવાળી પર્વની રંગારંગ ઉજવણી

રાજકોટ:દિવાળીની પૂર્વસંધ્યાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સમગ્ર રાજયની જનતાને દિપાવલી પર્વની શુભેચ્છાઓ આપી હતી, અને તેમના પ્રકાશમય જીવનની કામના કરી હતી.

 મુખ્યમંત્રી રૂપાણીએ રાજકોટ રેસકોર્સ ખાતે આતશબાજીનો શુભારંભ કરાવ્યો હતો. અને આતશબાજી દ્વારા આખાયે આકાશને તથા પ્રત્યેક રાજકોટવાસીઓના જીવનને પ્રકાશિત કરવા બદલ રાજકોટ મહાનગરપાલિકાને અભિનંદન આપ્યા  હતા.  રાજયના નાગરિકોના જીવનમાં ઉજાસ પથરાયેલો રહે, તેમનું જીવન લક્ષ્મીજીની કૃપાથી મહેકતું રહે અને ગુજરાત સુખી બને, એવી મંગલ કામના મુખ્યમંત્રીએ આ પ્રસંગે પ્રફુલ્લિત સ્વરે ઉચ્ચારી હતી.

  દિવાળીનો મહોત્સવ રાજયના નાગરિકો ઉલ્લાસપૂર્વક ઉજવે અને તેમના જીવનમાં આનંદ-આનંદ છવાઇ જાય, એવા શુભાશિષ મુખ્યમંત્રીશ્રીએ તમામ નાગરિકોને પાઠવ્યા હતા. રાજકોટવાસી તરીકે મુખ્યમંત્રી વિજયભાઇએ આ પ્રસંગે ખાસ જણાવ્યું હતું કે, ‘‘આપણું રાજકોટ, રંગીલું રાજકોટ, રળિયામણું રાજકોટ’’ એ સૂત્રરાજકોટ મહાનગરપાલિકાએ ખરા અર્થમાં ચરિતાર્થ કરી બતાવ્યું છે. આ બદલ તેમણે રાજકોટ મહાનગરપાલિકાને અભિનંદન આપ્યા હતા. મુખ્યમંત્રી રૂપાણીએ ફુલઝર પેટાવી  દિવાળી ઉજવણીનો આરંભ કરાવ્યો હતો.

આતશબાજીની શરૂઆત પૂર્વે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું જિલ્લા વહીવટીતંત્ર, રાજકોટ મહાનગરપાલિકા, સ્થાનિક અગ્રણીઓ, વગેરેએ પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું.

 સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ઉદયભાઇ કાનગડે સ્વાગત પ્રવચનમાં રાજકોટની જનતાને આતશબાજીના કાર્યક્રમ પ્રસંગે આવકારી હતી. મેયર બીનાબેન આચાર્યએ પ્રાસંગિક ઉદબોધનમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રતિ વર્ષ યોજવામાં આવતા આતશબાજીના કાર્યક્રમની વિગતો રજૂ કરી હતી અને રેસકોર્સ રીંગ રોડ પર રંગોળી કરનાર ૮૦૦ બહેનો તથા તેમના પરિવારજનો પ્રત્યે આભારની લાગણી દર્શાવી હતી.  

  મેયર શ્રીમતિ બીનાબેન આચાર્યએ રાજકોટવાસીઓને દિવાળી પર્વની શુભકામના પાઠવી હતી, અને રેસકોર્સ રીંગ રોડ પર રંગોળી કરનાર ૮૦૦ બહેનો તથા તેમના પરિવારજનોના રાજકોટને રંગીન બનાવવા બદલ આભાર માન્યો હતો.

 રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ મેદાન સ્થિત  માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આયોજિત આતશબાજીના કાર્યક્રમમાં રાફેલ પ્લેનનાયગ્રા  ફોલઅશોકચક્રસુર્યમુખીમેઇક ઇન ઇન્ડિયાપામ  ટ્રીવગેરે જેવા અવનવા ફડાકડાઓ ફોડવામાં આવ્યા હતા. અને દિવાળી પર્વની રંગારાંગ ઉજવણી કરાઇ હતી.

  આ પ્રસંગે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઇ ભંડેરીસંસદસભ્ય મોહનભાઇ કુંડારિયાધારાસભ્યોગોવિંદભાઇ પટેલલાખાભાઇ સાગઠિયા તથા અરવિંદભાઇ રૈયાણીશહેર ભા.જ.પ. અધ્યક્ષ કમલેશભાઇ  મિરાણીભા.જ.પ. મહિલા મોરચાના અધ્યક્ષ શ્રીમતિ અંજલિબેન રૂપાણીઅગ્રણી નીતિનભાઇ ભારદ્વાજભા.જ.પ. પ્રવકતા રાજુભાઇ ધૃવ, કલેકટર રેમ્યા મોહનપોલિસ કમિશ્નર મનોજ અગ્રવાલમ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલજિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયાતથા મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહયા હતા. 

(11:19 pm IST)