Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

માધાપરની પોસ્ટ ઓફિસમાં ચોર ત્રાટકયાઃ ત્રિકમથી તિજોરી તોડવાનો પ્રયાસ...પણ મહેનત માથે પડી

પાછળની બારી તોડી અંદર ઘુસ્યાઃ બધુ વેરવિખેર કરી નાંખ્યું: સીસીટીવી કેમેરા નથી

રાજકોટઃ શહેરમાં તસ્કરો પોતાની રીતે તહેવારની ઉજવણી કરવા મેદાને પડ્યા છે. બે દિવસ અગાઉ બે મકાનમાં ત્રાટકી લાખોની માલમત્તા ઉસેડી હતી. હવે માધાપર ગામની પોસ્ટ ઓફિસમાં તસ્કરો ત્રાટકયા છે. પાછળની એલ્યુમિનિયમ સેકશનની બારી તોડીને ચોર અંદર ઘુસી ગયા હતાં અને બધુ વેરવિખેર કરી નાંખ્યું હતું. જો કે ટેબલોના કોઇ ખાનામાંથી કંઇ હાથ આવ્યું નહોતું. એ પછી તસ્કરોએ ત્રિકમનો ઉપયોગ કરી તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો હતો. પણ મજબૂત તિજોરી ન તૂટતાં મહેનત માથે પડી હતી. તસ્વીરમાં જ્યાં ચોરી થઇ એ પોસ્ટ ઓફિસ, લોકોના ટોળા, બધુ વેરવિખેર અને તિજોરી તથા તૂટેલી બારી જોઇ શકાય છે. બનાવની જાણ થતાં ગાધીગ્રામ પી.આઇ. વી. વી. ઓડેદરા, એએસઆઇ જયસુખભાઇ હુંબલ સહિતનો સ્ટાફ પહોંચ્યો હતો. મેનેજર ભરતકુમાર ઉપાધ્યાયએ ચોરીના પ્રયાસ અંગે અરજી નોંધાવવા તજવીજ કરી હતી.

(3:14 pm IST)