Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

દિવાળી પર્વ ઉજવો 'મોટેલ ધ વિલેજને સંગ'

નૈસર્ગિક વાતાવરણમાં પરિવારજનો સાથે રજાની મજા માણો : ભાવતા ભોજનિયા સાથે કઠપુતલી, જાદુગર, લાઇવ ગઝલ, સેલ્ફીઝોન, બોટીંગ સાથે ઇન્ડોર-આઉટડોર ગેમ્સની પણ મજા માણી શકાશે : વિલા કોટેજીસમાં ડીસ્કાઉન્ટ

રાજકોટ તા.૨૬ : આસુરી શકિત પર દિવ્ય શકિતનો વિજય એટલે દિવાળી. શ્રી રામ ભગવાને એ આસુરી શકિત રાવણનો વધ કરી જયારે અયોધ્યા પરત ફર્યા ત્યારે આ દિવ્ય શકિતના આગમનને વધાવવા ઘરે ઘરે રોશની, દિવાઓ, રંગોળી, ફુલોની સજાવટ કરવામાં આવી. મીઠાઇઓ વહેચી લોકોએ ઉમંગ ઉત્સાહથી વધામણા કર્યા અને ત્યારથી જ દિવાળીનો તહેવાર ઉજવવાની પરંપરા શરૂ થઇ. દિવાળીના બીજા દિવસને ગુજરાતમાં લોકો નવા વર્ષ તરીકે ઉજવે છે. ભારત  એક ઉત્સવપ્રધાન દેશ છે અને અનેક તહેવારોમાં શિરોમણી સમાજ કોઇ તહેવાર હોય તો એ દિવાળી નવુ વર્ષ છે. આ તહેવાર સર્વલોકો ધામધૂમપુર્વક ઉજવે છે. દિવાળીનો તહેવાર ધનતેરસ થી લાભપાંચમ ઉજવાઇ છે. આ વર્ષ મોટલ ધ વિલેજ પણ તા.૨૭-૧૦ થી તા.૧-૧૧ સુધી દિપોત્સવી પર્વ ધામધૂમપુર્વક ઉજવવા અને રાજકોટની ઉત્સવપ્રિય જનતાની ખુશીને ચાર ચાંદ લગાવવા તૈયાર છે.સપ્તાહ દરમિયાન મોટલ ધ વિલેજના આંગણે અનેક આર્કષણો જેવા કે રાજસ્થાની નૃત્ય, કઠપુતલી, જાદુગર, લાઇવ ગઝલ, જયોતીષ મહારાજ, નૃત્ય મંદિર (ડીસ્કોથ્રેક), કુંભાર ટેટુ આર્ટીસ્ટ, સેલ્ફીઝોન, બોટીંગ સાથે સાથે વિવિધ ગેઇમ ઇન્ડોર ગેઇમ, ટેબલટેનીશ, પુલ, સ્નુકર, ચેસ, કેરમ જેવી ગેઇમ એડવેન્ચર સ્પોર્ટસ, રાઇફલ શુટીંગ, બ્લો આર્ચરી, બંજી જમ્પીંગ આપના તહેવારના આનંદને ચાર ચાંદ લગાવી દેશે.

મોટલ ધ વિલેજ સ્વાદિષ્ટ અવનવા પકવાનના રસથાળ જેવી કે ઇન્ડીયન, ચાઇનીઝ, કાઠીયાવાડી, મેકસીકન, ઇટાલીયન, થાઇ, કોન્ટીનેન્ટલ, જેવી વાનગીનો આનંદ લઇ શકાશે. આલાકાર્ટ સાથે સાંજે અનલીમીટેડ બુફેટનો પણ લાભ લઇ શકાશે.

દિવાળીના તહેવારમાં વિકએન્ડમાં ફેમીલી ફ્રેન્ડસ સાથે ઘરથી દૂર એક ઘરમાં રહેવા માગતા હોય તો વિલા કોટેજીસ માટે આકર્ષક સ્પેશ્યલ ડીસ્કાઉન્ટ ઓફર સાથે તૈયાર છે આ કોટેજીસમાં પર્સનલ સ્વીમીંગપુલ, ઝાકુજીનો પણ આનંદ ઉઠાવી શકશે. નૈસર્ગીક પ્રદૂષણ મુકત, લીલાછમ મોટલ ધ વિલેજમાં આનંદ મેળવી શકાશે. સંસ્કૃતિ, પ્રકૃતિ, સંતુષ્ટીની અનુભુતી એટલે મોટલ ધ વિલેજ. દિવાળી પર્વ મોટેલ ધ વિલેજ સાથે માણવા સંચાલકો દ્વારા અનુરોધ કરાયો છે. વધુ વિગતો માટે મો. ૯૭૧૨૭ ૮૩૩૩૩ સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:13 pm IST)