Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

મધુરમ કલબ-જૈન વિઝન દ્વારા રંગોળી સ્પર્ધા સંપન્ન : ૧પ૦ સ્પર્ધકોએ ભાગ લીધો

મધુરમ કલબ અને ટીમ જૈન વિઝન દ્વારા સતત ર૧માં વર્ષે ઓપન રાજકોટ રંગોળી સ્પર્ધાનું આયોજન શુક્રવારે બપોરે ર કલાક વિશાશ્રીમાળી જૈન સમાજ ૧૧, કરણપરા ખાતે આયોજન કરવામાં આવેલ હતું. આ સ્પર્ધામાં વિનામૂલ્યે રાખવામાં આવેલ હતી. જેમાં ગાંધીજીની થીમ રાખવામાં આવેલ હતી. આ તકે સમગ્ર કાર્યક્રમનું ઉદ્ઘાટન જાણીતા જૈન મહિલા અગ્રણી વીણાબેન શેઠ, પ્રતિબેન શેઠ, વિસામણ સેલ્સના સુરેશભાઇ વશા, મિતુલભાઇ વશા અને ગીતાબેન શીશાગિયા ખાસ ઉપસ્થિત રહેલ હતા આ તકે વીણાબેન શેઠ આધ્યતિમક વાત કરતા જણાવ્યું હતું કે સમુહમાં ભાગ લેવા થી મગજનો વિકાસ વધે છે અને આપણી કલા પણ નીરખે છે અને બહેનો તે મગજ કસીને સુંદર રંગોળી બનવાની શુભેચ્છાઓ પાઠવેલ હતી. આ તકે વિસામણ સેલ્સના યુવા ડાયરેકટર મિતુલભાઇ વશા એ સ્પર્ધકોને દીપાવલી પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવેલ હતી.  રંગોળી સ્પર્ધાના વિજેતાને ઇનામોથી નવાજવા ગુજરાત મ્યુસીપલ કોર્પોરેશનના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, આર્કડિયા શેરના સુનિલભાઇ શાહ, શિવસેનાના જિમ્મીભાઇ અડવાણી, ઉત્સવ ગ્રુપના દિનેશભાઇ વિરાણી, ભાજપ અગ્રણી મનુભાઇ વઘાસિયા, નલિનભાઇ સૂચક, તેજસભાઇ શીશાગીયા, નીતીનભાઇ મહેતા, પરેશભાઇ દફતરી, વૈશાલીબેન દફતરી, જય કામદાર, તુષાર પતિરા, કુશલ કોઠારી, હિતેશ મણિયાર, હિતેશ દેસાઇ, પારસ વખારીયા સહિતનાએ ઇનામો આપેલ. નિર્ણાયક તરીકે પ્રદીપભાઇ દવે, પુષ્પાબેન રાઠોડ, દિપુદીદી અને વૈશાલીબેન ગાંધી સેવા આપેલ. સંસ્થાનું આયોજન વિશેની માહિતી મિલન કોઠારી આપેલ હતી સ્વાગત પ્રવચન અમિષાબેન દેસાઇ કરેલ અને આભારવિધિ વિભાબેન મહેતા દ્વારા કરવામાં આવેલ હતું. સંચાલન જલ્પાબેન પતિરાએ કરેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનવા મધુરમ કલબ અને ટિમ જૈન વિઝનના મિલન કોઠારીના માર્ગદર્શનમાં રત્નાબેન સેજપાલ, ડો. શીલ્પાબેન ગોસાઈ, પુષ્પાબેન રાઠોડ, રમાબેન હેરભા, વંદનાબેન કેશરીયા, ડોલીબેન નકુમ, જૈન વિઝનના દામનીબેન કામદાર, અમિસાબેન દેસાઈ, વિભાબેન મહેતા, જલ્પાબેન પતિરા, બીનાબેન શાહ, હિમાબેન શાહ, વંદનાબેન ગોસલીયા, કલ્પનાબેન પારેખ, બીનાબેન સંઘવી, પૂનમબેન સંઘાણી, નેહાબેન વોરા, પાયલબેન કુરિયા વખારીયા, અરૂણાબેન મણિયાર, પ્રીતિબેન બેલાણી સહિતના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:13 pm IST)