Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા પછાત વિસ્તારના બાળકોને મીઠાઇ, કપડા, ફટાકડાનું વિતરણ

રાજકોટ : શહેરની ઝુપડપટ્ટીઓ તથા પછાત વિસતારોમાં વસતા બાળકો દિવાળી પર્વનો આનંદ માણી શકે તેવા ઉમદાભાવથી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા ધનતેરસના મીઠાઇ, કપડા, ફટાકડાનું વિતરણ કરાયુ હતુ. સંસ્થાના ટ્રસ્ટીઓ શ્રીમતી અંજલીબેન વિજયભાઇ રૂપાણી, મહેશભાઇ ભટ્ટ, ડો. મેહુલભાઇ રૂપાણી, અનિમેષભાઇ રૂપાણી સાથે ઉલ્કાબેન, મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, ધારાસભ્ય  અરવિંદભાઇ રૈયાણી, ગુજરાત ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, કૃણાલ સ્ટ્રકચર ઇન્ડિયા પ્રા.લી.ના અરવિંદભાઇ દોમડીયા, શિવશકિત ડેરીના જગદીશભાઇ, શ્રીરામ ફાયર વર્કસના વિક્રમભાઇ લાલવાણી, ભરતભાઇ સોનવાણી, કમલેશભાઇ પારેખ, નીધિબેન પારેખ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, શહેર ભાજપ મહામંત્રી દેવાંગભાઇ માંકડ, કિશોરભાઇ રાઠોડ, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, મુકેશભાઇ મહેતા, કોર્પોરેટર કશ્યપભાઇ શુકલ, અનિલભાઇ રાઠોડ, જૈમનભાઇ ઉપાધ્યાય, દેવદાનભાઇ કુગશીયા, જયંતિલાલ ધાંધલ, હિંમતભાઇ માલવિયા, ડો. નયનભાઇ શાહ, બિપીનભાઇ વસા તેમજ સંસ્થાના સ્ટાફ કર્મચારીઓ સાથે જોડાયા હતા. મયુરનગર, લોહાનગર, રૈયાધાર, ઇન્દિરાનગર, મોરબી રોડ, સાત હનુમાન વિસ્તારોમાં આ વિતરણ કરવામાં આવ્યુ હતુ. સમગ્ર વિતરણ કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટી શ્રીમતી અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ વહીવટી અધિકારી ભાવેનભાઇ ભટ્ટ, નિરદભાઇ ભટ્ટ, જીજ્ઞેશભાઇ રત્નોતર, કર્મચારીઓ પ્રિતિબેન મહેતા, ધાનીબેન મકવાણા, મંજુલાબેન ભાલાળા, સંગીતાબેન રાઠોડ, ચિત્રોડા પુજા, વલ્લભભાઇ વરચંદ, વૈભવીબેન પંડીત, વર્ષાબેન મકવાણા, દિપકભાઇ જોષી, દેવજીભાઇ પરમાર, પ્રવિણભાઇ ખોખર, અનુપમભાઇ રાવલ, કાંતિભાઇ નિરંજની, ચાર્મીબેન રાજવીર, સુરભી અગ્રાવત, ભાવનાબેન સેજપાલ, પૂજાબેન ભટ્ટી, નિરાલીબેન રાઠોડ, જયપાલસિંહ સોલંકી, સાગરભાઇ પાટીલ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:12 pm IST)