Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

રઘુવંશી યુવા ગ્રુપ (પૂજા પાર્ક) દ્વારા જલારામ જયંતિએ રથયાત્રા- અન્નકોટ- આરતી- મહાપ્રસાદ

રાજકોટ,તા.૨૬: શહેરના કોઠારીયા મેઈન રોડ ઉપર હુડકો પોલીસ ચોકી પાછળ ક્રિષ્ના ચોકમાં શ્રી રઘુવંશી યુવા ગ્રુપ (પૂજા પાર્ક) દ્વારા સતત ત્રીજા વર્ષે જલરામબાપાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે. રથયાત્રા, અન્નકોટ, આરતી, મહાપ્રસાદના કાર્યક્રમો યોજાયા છે.

રઘુવંશી યુવા ગ્રુપ દ્વારા તા.૩ નવેમ્બરના કારતક સુદ ૭ને રવિવારના રોજ સંત શિરોમણી પરમ પૂજય શ્રી જલારામ બાપાની ૨૨૦મી જન્મ જયંતીની ભાવ પુર્વક શાનદાર ઉજવણી કરવામાં આવશે. પૂજા પાર્ક પાસે આવેલ મારૂતી મંદીરથી પૂજય બાપાની રથયાત્રાનું મંદિરના પૂજારી દ્વારા  પ્રસ્થાન કરાવામાં આવશે. આ રથયાત્રા નજીકના તમામ વિસ્તારમાં ફરી પૂજા પાર્ક શેરી નં.૧માં જલારામ ઝુંપડી ખાતે વિરામ લેશે ત્યા બપોરના ૧૨ કલાકે તમામ જલારામ ભકતો દ્વારા આરતી કરવામાં આવશે.

ત્યાર બાદ જલારામ ઝુપડી ખાતે સાંજે ૫ કલાકે અન્નકુટનું આયોજન કરવામાં આવેલ છે. સાંજે ૭ કલાકે મહાઆરતી થશે. ત્યારબાદ ૭:૩૦ વાગ્યાથી મહાપ્રસાદ શરૂ થશે.આયોજનને સફળ  બનાવવા માટે સુનીલભાઈ પોપટ, નીતીનભાઈ પોપટ, રાજેશભાઈ ગંગદેવ, ગીરીશભાઈ સોઢા, ભાવેશભાઈ સોઢા, વિમલભાઈ વડેરા, ગીરીશભાઈ રાયઠઠ્ઠા, ધર્મેશભાઈ ઉનડકટ, ધવલ ગણાત્રા, નયનભાઈ કકકડ, નિખીલભાઈ વજાણી, કપીલભાઈ કોટક, અતુલભાઈ કોટક, પ્રકાશભાઈ ખુવા, ભાવિન પોપટ, વિવેક અખાણી, જયોતિબેન પોપટ, કવિતાબેન પોપટ, ચાંદનીબેન ગંગદેવ, વર્ષાબેન સોઢા, પારૂલબેન સોઢા, સરોજબેન  વડેરા, કિર્તીબેન રાયઠઠ્ઠા, ડિમ્પલબેન ઉનડકટ, પુજાબેન ગણાત્રા, હસ્તીબેન વજાણી, મીનાબેન કોટક, ભાવનાબેન કોટક, જયોત્સનાબેન અખાણી જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:10 pm IST)