Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

સરદાર પટેલની જન્મજયંતિએ ૧૫૦ દિકરીઓ દ્વારા 'બેટી બચાવો બેટી પઢાવો' સંદેશો પ્રસરાવાશે

રાજકોટ, તા.૨૬: ભારત સરકાર દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

જેમાં રાજકોટ જીલ્લામાં સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૪મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં સુચનાઓ મળતા જીલ્લાનાં કલેકટરશ્રી રેમ્યા મોહન મેડમના અધ્યક્ષ સ્થાને સરકારી કચેરીઓ અને વિવિધ સંસ્થાઓ સાથે જીલ્લાનાં કલેકટરશ્રી રેમ્યા મહોન મેડમના અધ્યક્ષ સ્થાને સરકારી કચેરીઓ અને વિવિધ સંસ્થાઓ સાથે યોજવામાં આવ્યો હતો.

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના આયોજન મુજબ તા.૩૧ રન ફોર યુનિટીમાં 'બેટી બચાઓ બેટી પઢાઓ'ની થીમ સાથે ૧૫૦ દીકરીઓ હાજર રહી 'બેટી બચાઓ બેટી પઢાઓ'ના સૂત્રો અને બેનર સાથે ભાગ લેનાર છે. 'બેટી બચાઓ બેટી પઢાઓ'ની થીમ સાથેની રેલી દ્વારા સમાજમાં 'ભ્રુણહત્યા અટકાવવી', 'દિકરીમાં શિક્ષણનું પ્રમાણ વધારવું', 'દિકરી જન્મને મહત્વ આપવું', 'દિકરો દિકરી એક સમાન' જેવા વિચારો સૂત્ર દ્વારા રજુ કરી સમાજમાં વધુ લોકો સુધી દીકરી જન્મનું મહત્વ સમજે તેનો મુખ્ય હેતુ છે.

જીલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી ડો.જનકસિંહ ગોહિલ અને દહેજ પ્રતિબંધ અધિકારી કિરણ એચ. મોરિયાણી મેડમના માર્ગદર્શન હેઠળ રેલીમાં ૧૫૦ દીકરીઓ 'બેટી બચાઓ બેટી પઢાઓ'ની થીમ સાથે હાજર રહેશે તેવું સંપૂર્ણ આયોજન કરેલ છે.

(3:10 pm IST)