Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

વાહન ચેકીંગ દરમ્યાન પોલીસ સાથે બેહુદુ વર્તન કરવા અંગે આરોપીઓ નિર્દોષ

રાજકોટ તા. ર૬: કણકોટના પાટીયા પાસે ચેકીંગ દરમ્યાન કાર રોકીને લાયસન્સ સહિતના કાગળો માંગતા આરોપીઓએ ફરીયાદી સાથે બેહુદુ વર્તન કરી પોલીસ કર્મચારીને તમારા પટ્ટા-ટોપી ઉતારી નાંખશું તેમ ધાક-ધમકી આપીને કાર ભગાડી લઇ જવાની કોશિષ કરવા અંગે પકડાયેલા નિરવ દિનેશભાઇ પટોડીયા, જીજ્ઞેશ દિનેશભાઇ પટોડીયા અને રમેશ સુરાજ જીણા સામેનો કેસ ચાલી જતાં અત્રેના જયુ. મેજી. શ્રી એમ. એ. મકરાણીએ આરોપીઓને નિર્દોષ ઠરાવીને છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

આ બનાવ તા. ૭-૪-૧૪ના રોજ કણકોટના પાટીયા નજીક વાહન ચેકીંગ દરમ્યાન બનેલ હતો. વાહન ચેકીંગ ૧ લાખ ૮૬ હજાર જેવી રકમ પણ મળી આવી હતી. આ બનાવ અંગે માલવીયાનગર પી.સી.આર.માં ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતાં વનરાજભાઇ મુધુભાઇ વિગેરે ફરીયાદ અંગે કાર્યવાહી કર્યા બાદ પોલીસમાં ગુનો નોંધાયો હતો.આ કામે બંને પક્ષોની રજુઆત તેમજ રજૂ થયેલ પુરાવાને ધ્યાને લઇને અદાલતે ફરીયાદપક્ષ કેસ પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યાનું ઠરાવીને આરોપીઓને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.આ કામમાં આરોપીઓના બચાવ પક્ષે એડવોકેટ શ્રી વી. કે. છાયા રોકાયા હતાં.

(3:10 pm IST)