Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

બાળ વિજ્ઞાન કોંગ્રેસની સ્પર્ધા સંપન્ન

પ્રાદેશિક  લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે 'રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ-૨૦૧૯'ની જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજવામા આવી હતી. ૧૦ થી ૧૭ વર્ષની વયના બાળકો બેના જૂથમાં વિષયને અનુરૂપ પોતાના પ્રોજેકટ તૈયાર કરીને સ્પર્ધામાં ભાગ લીધેલ જેમાંથી ૧૦ ટીમ રાજય કક્ષાની સ્પર્ધા માટે માધવ સાકરિયા-કે.જી.ધોળકિયા સ્કૂલ, સુરભી ભૂત-જી.કે.ધોળકીયા સ્કૂલ, ધ્રૂવિષા મકવાણા- એસ.કે.પાઠક, વિદ્યામંદિર અંકોલા રૂદ્ર-જી.કે.ધોળકીયા સ્કૂલ સીમરન કોટક- જીકે ધોળકિયા સ્કિૂલ જયદેવસિંહ ઝાલા કે.જી.ધોળકિયા સ્કૂલ, ચૈતન્ય પાલા -જી.કે.ધોળકીયા સ્કૂલ, અમી ભુંડીયા-જીકે.ધોળકીયા સ્કૂલ, ભગવતીબા જાડેજા-ટી.એન.રાવ ગર્લ્સ સ્કૂલ, રાધીકા દુધાત્રા-કે.જી.ધોળકીયા સ્કૂલ પસંદ થયેલ છે. નિર્ણાયક  તરીકે શ્રી ડો.શકુંતલાબેન નેને,  વિનોદભાઇ પંડયા, દર્પણાઇ વૈશ્નવ, ચિન્મયબેન હેમાણી તથા અંજનોબન દવેએ સેવા બજાવી હતી.

(3:09 pm IST)