Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

કાલે પૂ.યશોવિજયજી મ.સા.ની નિશ્રામાં ૭ ગૌશાળા અને જનસેવા ટ્રસ્ટને અનુદાન

૮૦૦ મણથી વધુ ઘાસ અર્પણ કરાશેઃ ડો.કથીરીયાનું વકતવ્ય

રાજકોટ,તા.૨૬: જીવદયા ગ્રુપ દ્વારા આવતીકાલ તા.૨૭ દિવાળીનાં દિવસે સવારે ૮ કલાકે ૪/૧૪- જાગનાથ પ્લોટ આયંબીલ ભવન ઉપાશ્રય ખાતે પૂજય યોશવિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં તથા ગૌસેવા આયોગનાં પ્રમુખ ડો.વલ્લભભાઈ કથીરીયાની હાજરીમાં રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ, રાધેશ્યામ ગૌશાળા, કોઠારીયા લાપાસરી ખોડીયાર ગૌશાળા, વિજય હનુમાન ગવરીદડ ગૌશાળા, કરૂણા સત્યમ ગૌશાળા, મોટા વડાળા ગૌશાળા, લાલપરી ધારેશ્વર ગૌશાળામાં રહેલ ગૌમાતાઓને ૮૦૦ મણ જેટલી લીલી જારનું અનુદાન અર્પણ કરવામાં આવશે.

આ સિવાય શ્રી જનસેવા ટ્રસ્ટ કે જે તે નાતજાતનાં ભેદભાવ વગર મેડકીલને લગતી સહાય કરે છે. આ સેવાકીય સંસ્થાને પણ અંદાજે ૩૧૦૦૦ જેટલું અનુદાન અર્પણ કરવામાં આવશે. ડો.વલ્લભભાઈ કથીરીયા ગૌમાતા વિશે માહિતી આપશે.આ કાર્યક્રમમાં દાતા અતુલભાઈ શેઠ, હરેશભાઈ વીંછી, ભરતભાઈ રાણપરા, અજયભાઈ પટેલ, હરેનભાઈ મહેતા, સમીર કામદાર, ઉપેનભાઈ મોદી, જયશ્રીબેન હરેશભાઈ વોરા, દિનેશભાઈ મોદી, અતુલભાઈ સંઘવી, રજનીભાઈ જસાણી, તારાબેન માર્કડરાય ત્રિવેદી, કમલેશભાઈ શાહ, અજયભાઈ વખારીયા, મુન્નીબેન નુરાણી, રમેશભાઈ પટેલ, મેહુલભાઈ આશર, લીનીટ એકસ્પોર્ટ પ્રા.લી., ચેતનભાઈ દેસાઈ, વિજયભાઈ દોશી, અરૂણભાઈ નિર્મળ, નેગીભાઈ ધોળીયા, જંકશન પ્લોટ યુવા ગ્રુપનાં સભ્યો, અતુલભાઈ કોઠારી, હેતલબેન મહેતા, ઉપસ્થિત રહેશે. દેરાસરનાં દીનેશભાઈ પારેખ તથા ટ્રસ્ટી મંડળનો સહકાર સાંપડયો છે.સમગ્ર કાર્યક્રને સફળ બનાવવા માટે જીવદયા ગ્રુપનાં સર્વે સભ્યો ઉપેનભાઈ મોદી, પ્રકાશ મોદી, નિરવ સંઘવી, હર્ષદ મહેતા, હીરેન કામદાર, સમીર કામદાર, હિતેશ દોશી, ભરત બોરડીયા, અમીત દેસાઈ, નીખીલ શાહ, અરૂણ નિર્મળ, વિરેન્દ્ર સંઘવી, પારસ મોદી, વિજય દોશી, નીલેશ દોશી, સુનીલ દામાણી, ધવલભાઈ દોશી, રમેશ દોમડીયા, હીંમાશુ ચીનોય, દીવ્યેશ કામદાર, મનોજ પારેખ, રક્ષીત શાહ, પારસ શાહ, દર્શન શાહ, આશીષ પંડયા, સોનુભાઈ આદતાણી, રાજુ મોદી, ભીખુભાઈ ભરવાડા, સંજય કામદાર, ઋષભ વખારીયા, જયદીપ ભરવાડા, દીપેન મહેતા, હેમા મોદી, જીજ્ઞા મોદી, અલ્કા બોરડીયા, આરતી દોશી, પરીલા દેસાઈ, હીનાબેન સંઘવી, મીના પારેખ, દક્ષાબેન મહેતા, બકુલા શાહ, હેતલ દોશી, રૂબીબેન દોશી સેવા ગ્રુપનાં નીમેશભાઈ ગ્રુપ તથા લાડવા ગ્રુપનાં પ્રફુલભાઈ જોગીયા ગ્રુપ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:08 pm IST)