Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

રાજકોટ જીલ્લાના કોઠારીયા ગામના સર્વે નં. ૬૦-૬૧-૬૭ ની ખેડવાણ જમીન સંબધે મનાઇ હુકમ ફરમાવતી સિવિલ કોર્ટ

રાજકોટ જીલ્લા તથા તાલુકાના ગામ કોઠારીયાના રે.સ.નં. ૬૦,૬૧,૬૭ ની ખેડવાણ જમીન સબંધે મનાઇ હુકમ આપતો કોર્ટે હુકમ કર્યો હતો.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, સ્વ. કરમશીભાઇ નથુભાઇ પટેલના વારસો ધીરજલાલ કરમશીભાઇ આંબલીયાએ ચનાભાઇ ગોવિંદભાઇ પટેલ, પ્રેમજીભાઇ ભગવાનજીભાઇ પટેલના વારસો, ગોવિંદભાઇ ભગવાનજીભાઇ વારસો તેમન નારણભાઇ લક્ષ્મણભાઇ પટેલ અને ભીખાભાઇ જીવરાજ વિરૂધ્ધ, રાજકોટ જીલ્લા તથા તાલુકાના ગામ કોઠારીયાના રેવન્યુ સર્વે નં. ૬૦,૬૧,૬૭,૬૯ ની ખેતીની જમીન કે જે વાદીના પિતા સ્વ. કરમશીભાઇ નગુભાઇએ સ્ટેટ અજીતસિંહ શીવજી પાસેથી ખરીદ કરેલ, જે પૈકી સર્વે નં.૬૯ ની ખેડવાણ જમીન ૨૦૧૦ની સાલમાં વેચાણ કરેલ બાકી રહેતી જમીન સર્વે નં.૬૦,૬૧ અને ૬૭ ની ખેતીની જમીન અંગે સ્વ. કરમશીભાઇ નથુભાઇએ તેમના પુત્ર એટલે કે વાદી ધીરજલાલ કરમશીભાઇ આંબલીયા જોગ રજીસ્ટર્ડ વીલ કરી આપેલ.

ત્યારબાદ વાદીના પિતાશ્રી સ્વ. કરમશીભાઇ નથુભાઇનું તા. ૧૯/૫/૨૦૧૩ ના રોજ અવસાન થતા ખેડવાણ જમીનનો કબજો, ભગવટો, વાદી ધીરજલાલ કરમશીભાઇ સંભાળતા હોય, તે દરમ્યાન પ્રતિવાદીઓ દ્વારા ૧૯૮૨ના વર્ષમાં વાદીના પિતાશ્રી કરમશીભાઇ નથુભાઇએ વેચાણ દસ્તાવેજ કરી આપેલ હોવાનું જણાવી રેવન્યુ ઓથોરીટી સમક્ષ કાર્યવાહી હાથ ધરેલ, જેતી ૧૯૮૨ના વર્ષનો પ્રતિવાદી જોગનો દસ્તાવેજ બનાવટી હોવાનું રજુ થતા તે દસ્તાવેજ રદ કરાવવા રાજકોટના અધીક સીનીયર સિવિલ જજ સમક્ષ વાદીએ દાવો કરેલ અને દાવો ચાલતા સમય દરમ્યાન કામ ચલાઉ મનાઇ હુકમની માંગણી કરેલ, જેમાં પ્રતિવાદીઓએ હાજર થઇ અને ૧૯૮૨ના  વર્ષમાં તકરારી ખેડવાણ જમીનનો દસ્તાવેજ થયેલ હોવાનું તેમજ તકરારી ખેડવાણ જમીનનો દસ્તાવેજ થયેલ હોવાનું તેમજ તકરારી ખેડવાણ જમીન સબંધે રાજકોટની દિવાની અદાલત સમક્ષ ૧૩૦૪/૨૦૦૨ થી દાવો થયેલ હોય, જેથી વાદીનો દાવો રદ કરવા પ્રથમ માંગણી કરવામાં આવેલ. તેમજ વાદીન કામ ચલાઉે મનાઇ હુકમ આપી ન શકાય અને દસ્તાવેજ નોંધાયેલ હોય ત્યારે વાદીના જમીન પરત્વેના હક્ક રહેતા નથી તેવો બચાવ લેવા પ્રયત્ન કરવામાં આવેલ.

ત્યારબાદ કામચલાઉ મનાઇ હુકમની અરજી સબંધે વાદીના એડવોકેટશ્રીએ પ્રતિવાદીએ લીધેલ બચાવની હકીકતો ખોટી હોવાનું જણાવી દલીલ કરેલ કે, કહેવાતો દાવો કે જે વર્ષ ૨૦૦૨ માં કરવામાં આવેલ તે પણ રેકટીફીકેશન ઓફ ડોકયુમેન્ટ કે જેમાં ખોટા સર્વે નંબરનો દસ્તાવેજમાં ઉલ્લેખ થયેલ હોવાનું અને તેમાં સુધારો કરવા માંગતા હોવાનું જમીનના માલીક વિરૂધ્ધ દાવો થયેલ એટલે કે તકરારી ખેડવાણ જમીન કહેવાતા દસ્તાવેજથી કબજો પ્રાપ્ત કરેલ નથી, તેવુ રેકર્ડ ઉપર સ્વીકાર થયેલ હોય અને જે દાવો છે તે વર્ષ ૨૦૦૨ માં કરવામાં આવ્યા બાદ તે દાવામાં કોઇ નિર્ણય લીધા વિના વીથ ડ્રો કરી લેવામાં આવેલ છે, તેથી કરીને કોઇ નિર્ણય થયેલ નથી. તેટલું જ નહીં પરંતુ ૧૯૮૨ ના વર્ષમાં ટુકડાધારો અમલમાં હોય તેથી તકરારી ખેડવાણ જમીન ટુકડાધારાના કાયદા મુજબ વેચાણ થઇ શકે નહી કે તેવા દસ્તાવેજો થઇ શકે નહી અને તે બાબતે પણ પ્રતિવાદીના કહેવાતા દસ્તાવેજ ખોટા હોય, જેથી તેવા દસ્તાવેજોને આધારે કોઇ માલીકી હક્ક ,્રાપ્ત થાય નહીં અને મહત્વના દસ્તાવેજો કોર્ટ સમક્ષ રજુ કરેલ ન હોય તેમજ તકરારી ખેડવાણ જમીન કયારેય ટ્રાન્સફર થયેલ ન હોય તેવા સંજોગોમાં પતિવાદીના કબજામાં રહેલ દસ્તાવેજોનો ઉપયોગ કરે/કરાવે નહી કે, વેચાણ કરે/કરાવે નહીં તેવો દાવાના નિકાલ થતા સમય સુધી કામચલાઉ મનાઇ હુકમની માંગણી કરતા કોર્ટે વાદી ધીરજલાલ કરમશીભાઇ આંબલીયાની કામચલાઉ મનાઇ હુકમની અરજી મંજુર કરી અને કોઠારીયા સર્વે નૅ. ૬૦,૬૧,૬૭ ની ખેડવાણ જમીન પ્રતિવાદી વેચાણ, ગીરો,બક્ષીસ, કે હસ્તાંતર કરે/કરાવે નહીં કે બોજો ઉત્પન્ન કરે/કરાવે નહીં તેવો કામચલાઉ મનાઇ હુકમ આપેલ છે. આ કામમાં વાદી તરફે એડવોકેટ શ્રી પરેશ એન. કુકડીયા, શ્રી જતીન ડી. કારીયા તથા શ્રી અનિમેષ એન. ચોૈહાણ રોકાયેલા છે.

(3:08 pm IST)