Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

સોખડા ચોકડી પાસે રોડ સાઇડમાં પડેલા ટેલર પાછળ ટેન્કર ઘુસી ગયુઃ ચાલકને ઇજા

ટેન્કરના ચાલક રાજુ પંડત સામે ગુનો નોંધાયો

રાજકોટ તા. ર૬ : કુવાડવા રોડ પર સોખડા ચોકડી પાસે રોડ સાઇડમાં પડેલ ટેલર પાછળ ટેન્કર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો ટેન્કર ચાલક ફસાઇ જતા ફાયરબ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચી ચાલકને બહાર કાઢયો હતો.

મળતી વિગત મુજબ સોખડા ચોકડી પાસે કેએ-૦૧-એજી.-૮૧૦૦ નંબરનું ટેલર રોડ સાઇડમાં પડેલ હતું. ત્યારે વહેલી સવારે રાજકોટથી જામનગર તરફ જતા જીજે૮ વાય-પ૧૪૬ નંબરના ટેન્કરના ચાલકે ટેન્કર પુરઝડપે ચલાવી રોડ સાઇડમાં ઉભેલા ટેલરની પાછળ ઘુસાડી દેતા ડ્રાઇવર કેબીનનો બુકડો બોલી ગયો હતો.

અકસ્માતમાં ટેન્કર ચાલક કેબીનમાં ફસાઇ ગયો હતો બાદ કોઇએ જાણ કરતા ફાયરબ્રીગેડ સ્ટાફના ફાયરમેન બળદેવભાઇ, જયદીપસિંહ, રમેશભાઇ, વિપુલભાઇ, રમીઝખાન તથા જેન્તીભાઇ સહિતે સ્થળ પર પહોંચી ટેન્કરની કેબીનમાં ફસાયેલા ડ્રાઇવર રાજુ વેસીંગભાઇ પંડત (ઉ.૩પ) (રહે. ખંભાડીયાના મોટા કાસોટા)ને હેમખેમ બહાર કાઢી સારવાર માટે ખસેડાયા હતા. આ બનાવ અંગે કુવાડવા પોલીસ મથકના હેડ કોન્સ. મહાવીરસિંહ ઝાલા અને હેમતભાઇએ સ્થળ પર પહોંચી ટેન્કર ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છ.ે

(3:01 pm IST)