Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

વિદેશી દારૂના ત્રણ દરોડામાં દારૂની ર૬ બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા

બી ડીવીઝન પોલીસે રવિરાજને તથા થોરાળા પોલીસે જીજ્ઞેશ અને તુષાર ઉર્ફે ભુરાની ધરપકડ કરી

રાજકોટ તા. ર૬ : દિવાળીના તહેવાર નિમિતે શહેર પોલીસે અલગ-અલગ વિસ્તારમાં દરોડા પાડી વિદેશી દારૂની ર૬ બોટલ સાથે ત્રણ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે દિવાળી નિમિતે દારૂના વેચાણની ગેરકાયદેસર પ્રવૃતિ નાબુદ કરવા માટે સૂચના આપતા બી ડીવીઝન પોલીસ મથકના પીઆઇ ફર્નાન્ડીસના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.એસ. સાકળીયા તથા જયદીપસિંહ મોહસીન ખાન સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે ગ્રીનલેન્ડ ચોકડી પાસે તીરૂપતી સોસાયટી નજીકથી જીજે-૧૩ એજ-૮પપ૭ નંબરના બાઇક ઇલને નિકળેલા રવિરાજ ભાભલુભાઇ ચાવડા (ઉ.૧૯) (રહે. શકિત સોસાયટી મોરબી રોડ પાસે) ને દારૂની ૧પ બોટલ સાથે પકડી લીધો હતો.

જયારે બીજા દરોડામાં થોરાળા પોલીસ મથકના પીઆઇ વી.ટી.વાઢીયાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. બી.આર.વાસાણી, તથા આશીષભાઇ સહિતે ગુજરાત હાઉસીંગ બોર્ડ રિદ્ધિ સિદ્ધિ સોસાયટી શેરી નં. ૧૯માં મકાનમાં દરોડો પાડી દારૂની ૬ બોટલ સાથે જીજ્ઞેશ ભીખાભાઇ મકવાણા (ઉ.૩૩) ને પકડી લીધો હતો જયારે હેડ કોન્સ.વી.આર. વાસાણી, તથા ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિતે સંજયનગર મેઇન રોડ આવેલી ઓરડીમાંથી દારૂની પાંચ બોટલ સાથે તુષાર ઉર્ફે ભુરો અતુલભાઇ સવલાણી (ઉ.૩૬) (રહે. ગુજરાત હાઉસીંગ બોર્ડ ત્રણ માળીયા કવાર્ટર નં.પ૪૭) ને પકડી લીધો હતો.

(3:01 pm IST)