Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

ફટાકડા ફોડવા, પણ કાળજી જરૂર રાખવી

રાજકોટ : દિવાળી એટલે હર્ષઉલ્લાસનો તહેવાર તે માટે જ દિવાળી માં દિવા પ્રગટાવવામાં આવે છે તથા ફટાકડા ફોડવામાં આવે છે ફટાકડા ફોડતા મન ભરીને મજા માણતાની સાથે આંખની સાવચેતી રાખવી પણ એટલી જ આવશ્યક છે

ફટાકડા ફોડ્યા વગર તો દિવાળી ઉજવાય જ કેમ? પણ ફટાકડાથી થતી ઈજા વિશે સાવચેતી રાખવી જરૂરી છે ફટાકડા થી થતી ઈજા સામાન્ય રીતે બાળકો તથા યુવાનોમાં જોવા મળે છે જરૂરી નથી કે ફટાકડા ફોડનાર જ ઈજા પામે રોકેટ બોમ્બ ફુવારા જેવા ફટાકડા ફૂટીને તેમના તણખા દૂર સુધી ઝરે છે જેના કારણે દૂર ઉભેલી વ્યકિતને પણ શરીરે કે આંખમાં ઈજા થઇ શકે છે

મોટા ભાગે ફટાકડાથી થતી ઈજા અનિયમિત ફટાકડા ફૂટવાના કારણે થતી હોય છે નબળી ગુણવતા વાળા ફટાકડા ફુવારા બોમ્બ ઉંદરડી જેવા ફટાકડા ઈજા પોહચાડી શકે છે

ફટાકડાના કારણે આંખમાં લોહી આવવું કિકી ઉપર ઘસારોં સોજો આવવો આંખમાં કણા પડવા પાંપણની ચામડી દાઝી જવી ઝાંખું દેખાવું પાણી નીકળવા વગેરે પ્રકારની ઈજાઓ થઇ શકે છે

આ બધું વાંચીને ફટાકડા ફોડવાનું બંધ ના કરીએ પરંતુ તે માટે શ્રદ્ઘા આંખની હોસ્પિટલ તથા લેસર સેન્ટર ના ડો. પિયુષ ઉનડકટ દ્વારા આંખની સાવચેતી માટેના અગત્યની સૂચનાની નોંધ કરેલ છે

ફટાકડા ફોડતી વખતે રાખવામાં આવતી આંખ ની કાળજીઓ

(૧) ફટાકડા ફોડનાર તથા જોનારને યોગ્ય ગોગલ્સ પહેરવા (૨) ફટાકડા ફોડવા માટે લાંબી અગરબત્ત્।ી તણખાદાર મોટી ફૂલજરી કે લાંબી લાકડાની દીવાસળીનો ઉપયોગ કરવો કારણકે તેનાથી તમારું અને સળગતાં ફટાકડા વચ્ચેનું અંતર જળવાય રહેશે (૩) બાળકો ફટાકડા ફોડતા હોય ત્યારે વડીલોને બાળકો પર નિરીક્ષણ રાખવું (૪) ફુલઝર જેવા ફટાકડા બાળકોના હાથમાં સાવચેતીથી આપવા પ વર્ષથી નીચેના બાળકોને ફટાકડા આપવા નહિ તેમાં થી તિખારા ઝરે છે જે આંખો ને નુકશાન કરી શકે છે. (૫) ચેહરા ને ફટાકડા થી દૂર રાખીને ફટાકડા ફોડવા.

આમ છતાં ફટાકડાના કારણે આંખોને ઈજા થાય તો સાદા માટલાંના પાણીથી આંખોને સાફ કરવી તરત જ આંખોના ડોકટર નો સંપર્ક કરવો અને સલાહ લેવી હિતાવહ છે.

ડો.પિયુષ ઉનડકટ

આંખના ફેકો લેસીક શ્રદ્ધા આંખની હોસ્પિટલ અને લેસર સેન્ટર, રાજકોટ - મો.૯૫૭૪૧ ૪૦૦૭૫

(3:00 pm IST)