Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

માં સંતોષી પ્રા.શાળા નં. ૯૮ માં ફટાકડાનું વિતરણ

નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા માં સંતોષી પ્રાથમિક શાળા નં. ૯૮ ખાતે બાળકોને ફટકડા કીટનું વિતણ કરવામાં આવ્યુ હતુ. બાળકોને બિસ્કીટ અને નમકીનના પેકેટ અપાયા હતા. નવતર પ્રયોગને શાળાના આચાર્યશ્રીએ આવકાર્યો હતો. આ પ્રસંગે ન.પ્રા.શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, શાસક પક્ષના નેતા દલસુખભાઇ જાગાણી, મેડીકલ કોલેજના ડીન ગૌરવીબેન ધ્રુવ, સમિતિના સદસ્યો મુકેશભાઇ મહેતા, સુનિલભાઇ ટેકવાણી, બાબુભાઇ પરેશા, શાળા નં. ૫૯ ના પૂર્વ આચાર્ય અને વ્યાયામ શિક્ષક મનસુખભાઇ ડી. અમૃતિયા, શાળા આચાર્યશ્રી કાંતિલાલ શિણોજીયા તથા સ્ટાફગણ ઉપસ્થિત રહેલ.

(2:58 pm IST)