Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

ધનતેરસે ૩૩૫ દસ્તાવેજોની નોંધણી

નવરાત્રી બાદ ધનતેરસે શુભમુહૂર્તમાં દસ્તાવેજો થયા : મોરબી રોડના ૬૦ દસ્તાવેજ

રાજકોટ, તા. ૨૬ : ધનતેરસના શુભ દિવસે રાજકોટમાં જમીન - મકાનના મોટાપાયે કામકાજ થયુ હતું. રાજકોટની ૮ સબ રજીસ્ટાર ઝોનમાં ધનતેરસના દિવસે ૩૩૫ દસ્તાવેજોની નોંધણી કરવામાં આવી હતી.

છેલ્લા કેટલાક સમયથી રીયલ એસ્ટેટમાં મંદી - મંદી વચ્ચે નવરાત્રીના શુભદિવસો બાદ દિવાળીના શુકનવંતા દિવસોમાં પણ સબજીસ્ટાર કચેરીમાં દસ્તાવેજો નોંધાવા ધસારો જોવા મળ્યો હતો.

સબ રજીસ્ટાર કચેરીમાં ઝોન-૨ મોરબી રોડ ઉપર ૬૦ દસ્તાવેજો, ઝોન-૪ રૈયા રોડ અને ઝોન-૧ જૂનો સીટી વિસ્તારમાં ૫૦-૫૦ દસ્તાવેજોની નોંધણી થઈ હતી. અન્ય ઝોન કચેરીમાં સરેરાશ ૩૦ થી ૪૦ દસ્તાવેજો નોંધાયા હતા.

(1:23 pm IST)