Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

હરિયાણા અને મહારાષ્ટ્રમાં પુનઃ ભાજપ - યુતિ સરકાર રચાશે : ભાજપ પ્રત્યે ભારતભરમાં પ્રેમ - સંતુષ્ટિની ભાવના

નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્ર અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજયને વિકાસના અવનવા શિખરો સર કરાવવા સજ્જ : સૌને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા રાજુ ધ્રુવ

Alternative text - include a link to the PDF!

રાજકોટ : દિવાળી અને નૂતન વર્ષનાં પાવન પ્રસંગે ભાજપ અગ્રણી રાજુભાઈ ધ્રુવે સૌ ભાઈઓ-બહેનોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું છે કે, નૂતન વર્ષનો શુભારંભ સમાજમાં પ્રેમ, શાંતિ, ભાઈચારા, એકતા, સદભાવ, સહકાર અને સેવાની ભાવનાને મજબૂત બનાવશે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજયમાં વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં આપણું રાષ્ટ્ર-રાજય ઉન્નતિનાં નવા શિખરો સર કરી રહ્યું છે, આગામી નવા વર્ષમાં રાષ્ટ્ર-રાજયને વિકાસનાં અવનવા શિખરો સર કરાવવા ભાજપનાં પ્રધાનમંત્રીશ્રી, રાષ્ટ્રીય અધ્યક્ષ, મુખ્યમંત્રીશ્રીઓથી લઈ પ્રત્યેક કાર્યકર તૈયાર છે. આ વર્ષની જેમ જ આવનારું વર્ષ પ્રત્યેક નાગરિકો માટે ગૌરવશાળી બની રહેશે. કુદરતની કૃપાથી આ વર્ષે સાર્વત્રિક મેદ્યમહેર થઈ છે, પ્રજાને પાણીની સમસ્યામાંથી મુકિત મળી ગઈ છે. ભાજપ સરકારની લોકરંજક યોજનાઓએ પણ લોકોની અનેક સમસ્યાઓનો દૂર કરી તેમને સુખ-સુવિધા-સુરક્ષા આપવામાં શ્રેષ્ઠતા દાખવી છે. ચાલુ વર્ષ અને આવનારું નવું વર્ષ સૌ માટે સુખ-શાંતિ અને સમૃધ્ધિ લાવનાર બની રહેશે.

રાજુભાઈ ધ્રુવે હાલમાં યોજાયેલી ચૂંટણી સંદર્ભ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહનાં નેતૃત્વમાં લોકસભાની ચૂંટણી બાદ હાલમાં યોજાયેલી વિધાનસભાની પ્રથમ ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં ભાજપને સ્પષ્ટ બહુમતી છે અને હરિયાણામાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. બંને રાજયોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી, કેટલાંક અન્ય રાજયોમાં યોજાયેલી પેટાચૂંટણી તેમજ કેટલાંક શહેરો-નગરોમાં યોજાયેલી સ્થાનિકસ્વરાજયની ચૂંટણીમાં ભાજપનો વિજય થતા ભાજપ પક્ષમાં ઉત્સવનું વાતાવરણ છવાઈ ગયું છે. અન્ય રાજકીય પક્ષો કોંગ્રેસની ડૂબતી નાવડીમાં બેસવાની જગ્યાએ મજબૂત-મક્કમ મોદીજીનાં નેતૃત્વથી પ્રભાવિત થઈ ભાજપ સાથે જોડાઈ રહ્યાં છે. મહારાષ્ટ્રમાં ભાજપના દેવેન્દ્ર ફડનવીશ અને હરિયાણામાં ભાજપના મનોહરલાલ ખટ્ટર પાંચ વર્ષ મુખ્યમંત્રી તરીકે રહ્યા પછીની પુનઃ જીત એ સૂચવે છે કે પ્રજામાં ભાજપ અને તેમના મંત્રીઓ માટે સંતુષ્ટીની ભાવના છે.

કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમજ રાજયમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં ભારત-ગુજરાત પ્રગતિનાં પંથે અગ્રેસર હોવાનું યાદીમાં જણાવાયુ છે. નવું વર્ષ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ઘિ અને સ્વસ્થતા સાથે સ્વચ્છતા લઈને આવે એવો શુભેચ્છા સંદેશ અંતમાં રાજુભાઈ ધ્રુવે પાઠવ્યો હતો.

(1:22 pm IST)