Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

રાજકોટ-અમદાવાદ વોલ્વોની ડીઝલ ટાંકી તૂટેલી હોવા છતા બસ દોડીઃ મુસાફરોમાં દેકારો

રાત્રે ૧ સુધી એકસ્ટ્રા બસ અંગે ડીસી સહિતના અધિકારીઓ હાજર : ડીઝલ લીકેજ થતુ હોવાના આક્ષેપો : ડીસી કહે છે લીકેજ નહોતુ માત્ર ટાંકી છલકાતી'તી

રાજકોટ તા. ર૬ : રાજકોટથી અમદાવાદ વચ્ચે દર કલાકે એસટી બસ ડેપો ઉપરથી વોલ્વો બસ ઉપડે છે, આજે ગયેલ એક વોલ્વો બસમાં ડીઝલની ટાંકી તૂટેલ હોવા છતા, લીકેજ થતુ હોવા છતા બસ અમદાવાદ તરફ રવાના મુસાફરોના શ્વાસ અધ્ધર ચડી ગયા હતા, ભારે દેકારો મચી ગયો હતો, મુસાફરો ફરીયાદ કરવા ગયા પણ કોઇ જવાબદાર અધિકારી હાજર ન હતા. આ ગંભીર બેદરકારી અંગે ભારે ટીકા થઇ રહી છે.

દરમિયાન આ બાબતે ડીવીઝનલ નિયામક શ્રી યોગેશ પટેલે ''અકિલા''ને જણાવેલ કે ડીઝલની ટાંકી તૂટેલી ન હતી, ડીઝલ છલોછલ ભર્યુ હોય, ડીઝલ છલકાતુ હતું. ટાંકી તૂટેલ કે લીકેજ હોય તો બસને જવા જ ન દેવાય. રાત્ર ૧ સુધી પોતે અને અન્ય અધિકારીઓ એકસ્ટ્રા બસ અંગે હાજર રહ્યા હતા. ગઇકાલે ૧ દિ'માં ૯૦ એકસ્ટ્રા બસો દોડી હતી, આવક રોજની હાલ પ૦ લાખને પણ વટાવી ગઇ છે.

(1:21 pm IST)