Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

આજે રાત્રે ફટાકડા બજારમાં ધૂમ ગીર્દી જોવા મળશે

શહેરમાં ઠેકઠેકાણે ફટાકડાના સ્ટોલ : છેલ્લા બે દિવસથી ઘરાકી નીકળી : ફેન્સી ફુલઝર, ફલાવર બોંબ, લક્ષ્મી બોંબ, વિવિધ વેરાયટીવાળા રોકેટ સહિતની આઈટમોની ભારે ડિમાન્ડ

રાજકોટ, તા. ૨૬ : આજે કાળીચૌદશ અને આવતીકાલે દિવાળી છે. તહેવારનો માહોલ જોવા મળી રહ્યો છે. દરમિયાન છેલ્લા બે દિવસથી ફટાકડા બજારમાં પણ ઘરાકી જોવા મળી રહી છે. દર વર્ષે અંતિમ દિવસોમાં જ લોકો ફટાકડાની ખરીદી કરતા હોય છે. આજે રાત્રીના ફટાકડા બજારોમાં ધૂમ ખરીદી થશે.

જો કે આ વખતે આર્થિક મંદીનો માર પણ ફટાકડા બજારમાં જોવા મળી રહ્યો છે. વેપારીઓ કહે છે કે ૫૦ થી ૬૦ ટકા જેટલો આ વર્ષે વ્યાપાર થયો છે.

આશાપુરા રોડ ઉપર આવેલ છેલ્લા ૪૫ વર્ષથી ફટાકડાનો વ્યવસાય કરતા જાણીતી પેઢી ઋતુરાજ સિઝન સ્ટોર્સના હરેશભાઈ કટારીયાએ જણાવ્યુ હતું કે ગામડા તથા શહેરમાં ઉત્સાહનો માહોલ છે. ખરીદી અને ભીડ આવી છે.

ચાલુ વર્ષ નવી વેરાયટીમાં ફુલઝર, ફેન્સી, શંભુ, ફલાવર જેટ, હેપીનેશ સાયરેન પેન્સીલ શુટીંગ સ્ટાર ફલાવર જેટ રંગોળી ૧૨ સોટ, ૨૫ સોટ, ૩૦ સોટથી ૧૦૦૦ સોટ સુધી વેરાયટીઓ સોની સ્વસ્તિક વીલ ફલાવર બોમ્બ, દેરાણી જેઠાણી હીરા તરતરરીયા ફોટો ફલેસ લાડવા શંભુ લક્ષ્મી બોમ્બ છોટા ભીમ ૩ સાઉન્ડ, ૨ સાઉન્ડ રંગીન બપોરીયા, માર્સલ બોમ્બ નાઝન બોમ્બ, રેલ્વે સીઝનલ ગોલ્ડન વીસા વેરાયટીવાળા રોકેટ રંગબેરંગી રોકેટ જોવા મળી રહ્યા છે.

આ વર્ષે લાઈટવાળા ફટાકડાની ડિમાન્ડ વધુ છે. આર્મી ટેન્ક, બાહુબલી, છોટા ભીમ, ડોરેમોન, પોકમેન, સ્પાઈડરમેન, સુપરમેન, સિંઘમ જેવા ફટાકડાની ડિમાન્ડ પણ છે. ફુલઝરથી લઈ સુતળીબોમ્બ રોકેટ સહિતના ફટાકડાઓની ખરીદી થઈ રહી છે.

રાજકોટ શહેરમાં ઠેક-ઠેકાણે નાના - મોટા ફટાકડાના સ્ટોલ જોવા મળે છે. છેલ્લા બે દિવસથી ખરીદીનો ધમધમાટ જોવા મળે છે. ખાસ કરીને દિવાળીના આગલા દિવસે ધૂમ ખરીદી થતી હોય છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(11:34 am IST)