Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

૧૦મી નવેમ્બરના ઇદે મીલાદ

આ વખતે પૈગમ્બર જયંતિ 'રવિવાર'ના હોઇ જુલૂસ પસાર થવામાં સંપૂર્ણ સરળતા રહેશે

રાજકોટ તા. ર૬ :.. આગામી તા. ર૯ ને મંગળવારે સાંજે આકાશમાં ચંદ્ર દર્શન થનાર હોઇ તા. ૩૦ ને બુધવારથી ઇસ્લામી પંચાગનો ત્રીજો મહીનો રબી ઉલ અવ્વલ શરૂ થશે અને આ જ મહીનાની ૧ર મી તારીખે ઇદે મીલાદ મનાવવામાં આવતી હોઇ આ વખતે ૧૦ મી નવેમ્બરના ઇદે મીલાદ થશે અને એ દિવસે રવિવાર છે.

દર વર્ષે પૈગમ્બર જયંતિ ભવ્યતાથી ઉજવવામાં આવે છે અને મુસ્લિમ સમાજનો આ સૌથી મોટો તહેવાર છે. અને આ પ્રસંગે ઠેક ઠેકાણે શાનદાર જુલૂસ નીકળે છે ત્યારે આ વખતે ઇદે મીલાદ રવિવારના દિવસે હોઇ જાહેર રજાના લીધે જુલૂસને પસાર થવામાં સંપૂર્ણ સરળતા રહેશે.

અત્રે એ યાદ રહે કે ઇસ્લામી પંચાગ ચંદ્ર દર્શન આધારીત હોઇ છે અને હાલમાં સફર માસ ચાલી રહ્યો છે, જેના ર૯ દિવસ પુરા થશે, જેથી ૧૦ મી નવેમ્બર રવિવારે ઇદે મીલાદ ઉજવાશે એ ચોકકસ છે.

(11:18 am IST)