Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

ગેસફોર્ડ ચેસ કલબના હોદેદારોની વરણી : પ્રમુખપદે વિશાલભાઇ સોલંકી

રાજકોટ તા. ૨૬ : ચેસ રમતને આગવી ઓળખ આપવા અવાર નવાર કાર્યક્રમો આપી રહેલ ગેસ્ફોર્ડ ચેસ કલબની કારોબારી તાજેતરમાં મળી જતા હોદેદારોની બીનહરીફ વરણી કરવામાં આવી હતી.

જેમાં પ્રમુખ વિશાલભાઇ સોલંકી, સેક્રેટરી કિશોરસિંહ જેઠવા, ઉપપ્રમુખ હર્ષદભાઇ ડોડીયા, ઉપપ્રમુખ મહેશભાઇ વ્યાસ, ખજાનચી જીજ્ઞેશ શાહ, સંગઠન મંત્રી મહેશભાઇ ચૌહાણ, ભાવેશભાઇ કાલરીયા, સંદીપ અગ્રવાલ, સહ સંગઠન મંત્રી પ્રદ્યુમનભાઇ જલુની વરણી થયેલ. જયારે સલાહકાર સમિતિમાં હર્શીલભાઇ શાહ, વલ્લભભાઇ પીપળીયા, માલવીભાઇનો સમાવેશ કરાયો હતો.

સંસ્થાના પાયાના પત્થર અને માર્ગદર્શક જયોતિ સીએનસીના પરાક્રમસિંહ જાડેજા, ફિલ્ડમાર્શલના અરવિંદભાઇ પટેલ, રાજકોટ આરએમસી કાઠીયાવાડ જીમખાનાના નરેન્દ્રસિંહ જાડેજા, જનકલ્યાણ ટ્રસ્ટ, અરવિંદભાઇ મણીયાર, પ્રિ. પ્રભુદાસ એન્ડ કંપની, શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ, સુરક્ષાસેતુ સોસાયટી, નાગરિક સહકારી બેંક, જયંતિભાઇ દોશી, રાઇઝીંગ ઇન્ડીયા ગ્રુપ વગેરેનો આભાર વ્યકત કરાયો હતો. 

(3:58 pm IST)