Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

રાજકોટની શ્રી સત્યસાંઇ હાર્ટ હોસ્પિટલમાં બિહારમાં નુનવતીદેવીનું સફળ ઓપરેશન

દર્દીને હૃદયના વાલ્વ ઉપર કેલ્શીયમના થર જામી ગયા હતા

શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ  દર્દી  નુનવતીદેવી

'દિલ વિધાઉટ બીલ' ના  નામે જાણીતી શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ છેલ્લાં ૨૦ વર્ષથી સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહી છે. હૃદયરોગના ગરીબ દર્દીઓને  વિનામૂલ્યે નવજીવન આપીને આ હોસ્પિટલે સેવા  ક્ષેત્રે અનન્ય ઉદાહરણ પુરૂ પાડ્યું છે. આ હોસ્પિટલમાં પુખ્ત અને બાળકોના તમામ પ્રકારના હૃદય ના ઓપરેશન વિનામૂલ્યે થાય છે. જેનો લાભ ભારતના તમામ રાજ્યોના ગરીબ હૃદય રોગના દર્દીઓ છેલ્લા ૨૦ વર્ષ થી મેળવી રહ્યા છે.અત્યાર સુધીમાં ૧૦,૦૦,૦૦૦ થી વધારે દર્દીઓની ઓપીડીમાં સારવાર કરવામાં આવી છે , અને ૨૦,૦૦૦થી વધારે હૃદય રોગના ઓપરેશનો નિઃશુલ્ક કરવામાં આવ્યા છે.

  શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ (કાલાવડરોડ) આર્થીક રીતે નબળા વર્ગના લોકો માટે વિનામુલ્યે ઓપરેશન થાય છે આસાથે મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના, માઁ યોજના તથા આયુષ્માન ભારત યોજના નો લાભ પણ હૃદયરોગના દર્દીઓને આપવામાં આવે છે .  આવું જ એક દર્દીને  નુનવતીદેવી સુરેન્દ્ર શર્મા ઉમર  ૪૨ વર્ષ રહેવાસી  ગામઃ-કુંજેલા, તાલુકો :- વહારી, જીલ્લોઃ- નવાદા, બિહારનું વતની નિદાન માટે આવેલ હતું.

 દર્દીને કટુંબમાં ૩ સભ્યો છે. દર્દીના પતિ વાંણદ કામ કરે છે. તેમની માસિક આવક આશરે ૧૦,૦૦૦, રૂા છે. દર્દીને હદયની તકલીફ આશરે  ૩ વર્ષથી હતી તેઓને પટનાની કોઈ હોસ્પિટલમાં નિદાન  કરાવતા તેઓને હદયના વાલ્વની બીમારી છે. અને ઓપરેશન કરવું જરૂરી છે. તેમ જણાવવામાં આવેલ પરંતુ આ ગરીબ કુટુંબ આર્થિક મુશ્કેલી ને હિસાબે ઓપરેશનનો ખર્ચ કરી શકે તેમ  ન હતા.  જયારે આ દર્દીને શ્રી સત્ય સાંઇ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ આવેલ ત્યારે જરૂરી રિપોર્ટસ કરતા દર્દીના ૨ વાલ્વ ની તકલીફ  માલુમ પડી હતી. બને વાલ્વ ઉપર કેલ્શિયમના  થર જામી ગયા હતા અને  ગઠ્ઠા જામી ગયા હતા. આને હિસાબે શ્વાશ લેવામાં તકલીફ પડતી હતી અને હદયના ધબકારા  પણ ખુબ જ અનીયમીત હતા . આ દર્દીનું હદયના ૨ વાલ્વ બદલવાનું અને લોહીના ગઠ્ઠા દૂર કરવાનું ઓપરેશન સફળતાપૂર્વક વિનામુલ્યે કરવામાં આવેલ હતું .   દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ થયા બાદ તા ૨૫.૮.૨૦૨૧ના  રોજ દર્દીને રજા આપવામાં આવી હતી. ભગવાન બાબાની  કૃપાથી દર્દીને નવુંજીવન પ્રદાન થયું છે. 

(3:54 pm IST)