Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

ડેલાવાળા પરિવાર દ્વારા હિંડોળા મનોરથ

સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા પરિવારના આંગણે શ્રાવણ માસના પવિત્ર તહેવારોમાં હિંડોળા વિજય દિવસ લીલા મેવા હિંડોળાના દર્શન ખુલ્લા મુકાયા હતા. બાલકૃષ્ણ લાલજી હવેલીના તમામ કીર્તનકારોએ કીર્તનની રમઝટ બોલાવી હતી. વજુભાઇ વાળા, નીતિનભાઇ ભારદ્વાજ, મૌલેશભાઇ પટેલ, ખોડીદાસભાઇ પટેલ, હરેશભાઇ લાખાણી, રાકેશભાઇ પોપટ, જીતુભાઇ ચંદારાણા, સરગમ લેડીઝ કલબના પ્રમુખ નીલુબેન મહેતા, ડેલાવાળા પરિવારના ડાયાભાઇ ડેલાવાળા, કેતનભાઇ કનૈયાલાલ ડેલાવાળા, પ્રવીણભાઇ ડેલાવાળા, જયસુખભાઇ ડેલાવાળા, દીપ વિનોદભાઇ ડેલાવાળા સહપરિવાર ઉપસ્થિત રહી દર્શન પ્રસાદનો લ્હાવો લીધો હતો. 

(3:54 pm IST)