Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

મહાદેવવાડી રોડ પર બીલ્ડીંગની ઓફીસમાં દારૂની ૧૪ બોટલ સાથે ત્રણ ઝડપાયા

ક્રાઇમ બ્રાંચનો દરોડાઃ દુષ્યંતસિંહ, પ્રણવ અને આકાશની ધરપકડ

રાજકોટ તા. ર૬ : શહેરના માલવીયાનગર મહાદેવવાડી મેઇન રોડ પર આવેલી શ્રીરામ એસ્ટેટ નામના બીલ્ડીંગની ઓફીસમાં ક્રાઇમબ્રાંચે દરોડો પાડી દારૂની ૧૪ બોટલ સાથે ત્રણ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ મહાદેવવાડી મેઇન રોડ પર આવેલા શ્રીરામ એસ્ટેટ નામની બીલ્ડીંગની ઓફીસમાં દારૂનો જથ્થો હોવાની ક્રાઇમ બ્રાંચના કોન્સ જગદીશભાઇ વાંકને મળેલી બાતમીના આધારે શ્રીરામ એસ્ટેટ નામની બીલ્ડીંગના પહેલા માળે આવેલ મા એસ્ટેટ નામની ઓફીસમાં દરોડો પાડી રૂ.પ૬૦૦ ની કિંમતની દારૂની ૧૪ બોટલ સાથે ઓફીસ માલીક દુષ્યંતસિંહ રામદેવસિંહ જાડેજા (રહે.સાંઇબાબા પાર્ક, બ્લોક નં.રપ/ર૬) તથા સાંઇબાબા પાર્ક બ્લોક નં.૩૧ના પ્રણાવ પુનીતભાઇ રાવલ અને મવડી ચોક ભકિતધામ સોસાયટી શેરી નં.૪ ના આકાશ અતુલભાઇ કાનાણીને પકડી લઇ કાર્યવાહી કરી હતી આ કામગીરી પી.આઇ. વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ ધીરેનભાઇ, સંજયભાઇ, મહેશભાઇ તથા ઉમેશભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(3:47 pm IST)