Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

કોરોના કાળમાં સેવાકિય પ્રવૃતિ બદલ ત્રંબાની રાધિકા સ્કુલના ચેરમેનનું સન્માન

રાજકોટઃ ત્રંબાની રાધિકા સ્કૂલના ચેરમેન ભરતભાઇ ઢોલરીયા અને તેમની ટીમે કોરોના કાળમાં દરરોજ સેંકડો લોકોને વિનામુલ્યે ભોજન તથા જરૂર હોય ત્યાં ઓકિસજન સિલીન્ડર સહિતની સેવા બજાવી હતી. છેક ભાવનગર સુધી સ્કૂલ બસો દોડાવી ત્યાંથી ઓકિસજનના બાટલા લાવી દર્દીઓને મદદ કરી હતી. તેની આ સેવા બદલ કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા, કેબિનેટ મિનિસ્ટર આર. સી. ફળદુ, તેમજ સાંસદ મોહનભાઇ કુંડારીયા, રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઇ બોદર, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ભરતભાઇ બોઘરા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયા, ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા, રાજ્યસભા સાંસદ રામભાઇ મોકરિયા, રાજકોટ ડેરી ના ચેરમેન ગોરધનભાઇ ધામેલિયાની હાજરી માં રાધિકા સ્કૂલના ચેરમેન ભરતભાઇનું સન્માન કરાયું હતુ઼. 

(3:08 pm IST)