Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

ગુંદાળા ગામ પાસે વાડીમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાયા

રૂરલ ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ ૬ર હજારની રોકડ કબ્જે

રાજકોટ તા. ર૬ :.. વિંછીયાના ગુંદાળા ગામ પાસે આવેલી વાડીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી જૂગાર રમતા છ શખ્સોને પકડી લીધા હતાં.

મળતી વિગત મુજબ ગુંદાળા ગામ હીંગોગઢ રોડ પર આવેલ જયસુખ જેન્તીભાઇ મકવાણાની વાડીમાં જૂગાર રમાતો હોવાની બાતમી મળતા રૂરલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ એ. આર. ગોહીલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ. જે. રાણા, કોન્સ. રહીમભાઇ દલ, પ્રણયભાઇ સહિતે દરોડો પાડી તીનપતીનો જૂગાર રમતા હીંગોળગઢના જયસુખ જેન્તીભાઇ મકવાણા, ઓરી ગામના જેન્તી રૂપાભાઇ ખોડાણી, હિંગોળગઢ ગામના કરણ ધીરૂભાઇ સાડમીયા, વિનુ સવસીભાઇ ડાભી, ચોટીલાના ઢોકળવાના ગાંડુ ભાણાભાઇ ચાવડા તથા સમઢીયાળાના વિપુલ ઓઘાભાઇ ગાભુને પકડી લઇ રૂ. ૬ર૦ર૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી. 

(3:07 pm IST)