Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

મનુબેન ઢેબર સેનેટોરીયમમાં ૨૦૦ બેડની નવી હોસ્પીટલનો રસ્તો ખુલ્યોઃ ડીમોલીશન કરવા કોર્પોરેશનને કલેકટરનો આદેશ

પદ્મકુંવરબા હોસ્પીટલમાં ર૦૦ બેડની હયાત સુવિધામાં નવી પથારી વધારાશેઃ ર૩ એપ્રેન્ટીસની નિમણુંક : કોઠારીયામાં ડીમોલીશન બાદ હવે લેન્ડગ્રેબીંગ એકટ મુજબ ૩ સામે ફોજદારીઃ ધરપકડ કરાઇ : સિવિલ અને શાસ્ત્રીમેદાનની મુલાકાત લેતા કલેકટરઃ કોરોનાની ત્રીજી લહેર સામે સિવિલમાં નવા બેડ : શાસ્ત્રીમેદાન ડેવલોપમેન્ટનો આખો પ્લાન સ્થળ પર મંગાવાયો

રાજકોટ, તા., ૨૬: જીલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુએ આજે પત્રકારોને જણાવ્યું હતું કે રાજય સરકારે મંજુરી આપી દીધી છે. આથી કલેકટર કચેરી સામે આવેલ મનુભાઇ ઢેબર સેનેટોરીયમની જગ્યા ઉપર ર૦૦ બેડની નવી હોસ્પીટલ બનાવવા અંગે કોર્પોરેશનને કરી પણ દેવાયું છે. તેમણે જણાવેલ કે કોરોનાની ત્રીજી લહેર સામે સીવીલ હોસ્પીટલમાં તમામ સુવિધા ઉભી કરાઇ રહી છે. નવા ૧૦૦ બેડ પણ વધશે. બાળકો માટે અલગ બોર્ડ રહેશે. કલેકટર આજે રાજકોટના હાર્દસમા ઐતિહાસીક શાસ્ત્રીમેદાનની પણ મુલાકાત લેનાર છે. ત્યાં ચિલ્ડ્રન પાર્ક-જોગીંયા સહીતની તમામ સુવિધા ડેવલપ કરવા અંગે તેમણે આખો પ્લાન સ્થળ ઉપર મંગાવ્યો હતો.

પદ્મકુંવરબા હોસ્પીટલ અંગે તેમણે જણાવેલ કે ત્યાં ર૦૦ બેડ છે અને વધારાના બેડ ઉભા કરવા અંગે નવુ કન્સ્ટ્રકશન સહીતની બાબતો વિચારાઇ છે. પદ્મકુંવરબામાં ર૩ જેટલા એપ્રેન્ટીસ સ્ટાફની પણ ભરતી કરાયાનું તેમણે ઉમેર્યુ હતું. લેન્ડગ્રેબીંગ અંગે તેમણે જણાવેલ કે ગઇકાલે ૪ કેસમાં ફોજદારી કરવા આદેશો કર્યા છે. ૧પ દિ' પહેલા કોઠારીયામાં જે ડીમોલીશન કરાયું તેમાં દબાણ કરનાર ૩ શખ્સો સામે એફઆઇઆર કરી ધરપકડ કરી લેવાઇ છે.

(3:01 pm IST)