Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

મહિલા ઉત્કર્ષ યોજનાને સોરાષ્ટ્ર કચ્છ અર્બન કો-ઓપરેટીવ બેંકસ ફેડરેશન દ્વારા આવકારી અમલવારી કરવા નિર્ણય

સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની મહત્વાકાંક્ષી : આ યોજનાનો લાભ સમાજના નાના વર્ગને અપાવી ઉત્તરદાયીત્વ ભાવના : નિભાવવી જોઇએઃ જયોતિન્દ્રભાઇ મહેતા આપણે સાચા અર્થમાં સમાજના આર્થિક રીતે નબળા વર્ગના બહેનોના જીવનમાં બદલાવ લાવીશ :કલ્પકભાઈ મણીઆર : આ યોજનાનો તમામ સહકારી બેંકો તેમજ સહકારી મંડળીઓએ અમલ કરવો લાભદાયી : ડો.પુરૂષોત્તમ પીપરીયા : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આ યોજનાના ડ્રિમ પ્રોજેકટને આપણે સાકાર કરીશું : વિક્રમભાઈ તન્ના

રાજકોટઃ કોવીડ-૧૯ ની મહામારી સંદર્ભે વિશ્વ ઉપર આવી પડેલ આર્થિક સંકળામણમાં ધંધાર્થિઓ પણ બાકાત રહયા નથી. મહામારીના દોઢ વર્ષના સમયગાળા દરમ્યાન નાના-મોટા ઉદ્યોગ અકલ્પનીય આર્થિક કટોકટીનો સામનો કરી રહયા છે ત્યારે આપણા  સંવેદનશિલ મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી આર્થિંક કટોકટીને નિવારવા દિવસ-રાત પ્રયત્ન કરી રહ્યાા છે જેના ભાગરૂપે લાભકારી યોજનાઓ એક પછી એક જાહેર કરી રહયા છે.

 નાના ઉદ્યોગકારો અને વેપારીઓને સહાયરૂપ થવા માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આ અગાઉ મહત્વકાંક્ષી યોજના આત્મનિર્ભર-૧ અને ૨ જાહેર કરીને અમલમાં મકી હતી. જેમાં અકલ્પનીય સફળતા પ્રાપ્ત થતા હજારો લોકો રોજી-રોટી મેળવવા માટે પુનઃનિર્વાહ કરી રહયા હતા.

 રાજકોટ નાગરિક સહકારી બેંક લી.ના પૂર્વ ચેરમેન અને નાના માણસો માટે સતત ખેવના રાખનાર શ્રી કલ્પકભાઇ મણીઆરે કોવીડ-૧૯ ની બીજી લહેરથી આવી પડતી આફત નિવારવા માટે રાજ્યની મહિલાઓ માટે પુનઃનિર્વાહના હેતુસર મખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના સરકાર સમક્ષ મૂકી અને આ યોજના  શ્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ મુકતા વિજયભાઈ રૂપાણીએ આ યોજનાનો સર્વાગી અભ્યાસ કરી અને અધિકારીઓને તાત્કાલીક યોજનાનો અમલ કરવા માટે સુચના આપી હતી.

 આ બાબતે ખાસ ઉપસ્થીત નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો-ઓપરેટીવ બેંકસ અને ક્રેડિટ સોસાયટી લી. ના ચેરમેન અને સહકારી અગ્રણીશ્રી જ્યોતિન્દ્રભાઈ મહેતાએ જણાવ્યું કે, આપણે આ સુંદર યોજનાનો લાભ સમાજના નાના લોકોને અપાવી આપણી બેંકના માધ્યમથી સામાજીક ઉત્તરદાયિત્વની ભાવનાથી નિભાવવી જોઈએ.

  ઉપરોકત સેમીનારમાં સૌરાષ્ટ્ર-કચ્છ અર્બન કો-ઓપરેટીવ બેંકસ ફેડરેશનના માનદ્ સી.ઈ.ઓ અને કાયદેઆઝમ ડો. પુરૂષોત્તમ પીપરીયાએ જણાવ્યું કે, તમામ સહકારી બેંકો તેમજ સહકારી મંડળીઓએ આ યોજનાનો અમલ કરવો જોઈએ. વિશેષમાં તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આ યોજના મારફત નાના લોકોની સેવા કરવાની આપણને તક આપી છે અને તે તકને આપણે વધાવી લેવી જોઈએ.

આ તકે વિશેષ ઉપસ્થિત રાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેનશ્રી નલિનભાઈ વસાએ પણ મપખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આવી સુંદર બેનમુન યોજના આપવા માટે હર્ષની લાગણી અનુભવી હતી અને ગુજરાતની બધી જ સહકારી બેંકો આ યોજનામાં જોડાઈને સમાજના નાના લોકોને ઉપયોગી થાય તેવી વાત કરી હતી.

 આ તકે સૌરાષ્ટ્ર કચ્છ અર્બન કો-ઓપરેટીવ બેંકસ ફેડરેશનના ચેરમેનશ્રી વિક્રમભાઈ તન્નાએ જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના આ ડ્રિમ પ્રોજેકટને આપણે આપવા માટે અને તેના વાહક તરીકે આદણીયશ્રી કલ્પકભાઈ મણીયાર અને સાથી સહકારી અગ્રણીઓને આ યોજના સાકાર કરવા માટે કહયું છે કે, આપણા સહુની સામુુહિક ફરજ છે કે આપણે સહ સાથે મળી સમાજના નાના વર્ગના બહેનોનું આ યોજનાના માધ્યમથી આથિંક પ્રગતિ કરાવીએ.

 આ ઉપરાંત શ્રી કલ્પકભાઈ મણીઆરે જણાવ્યું કે, આપણે સાચા અર્થમાં સમાજના આથિંક રીતે નબળા વર્ગના બહેનોના જીવનમાં બદલાવ લાવી શકીશુ અને સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની આ યોજનાને સાકાર કરીશું.

 ઉપરોકત પરિસંવાદમાં નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો-ઓપરેટીવ બેંક અને ક્રેડિટ સોસાયટી લી. ના ચેરમેનશ્રી જ્યોતિન્દ્રભાઈ મહેતા, સૌરાષ્ટ્ર કચ્છ અબંન કો-ઓપરેટીવ બેંકસ ફેડરેશનના ચેરમેનશ્રી વિક્રમભાઈ તન્ના, માનદ્ સી.ઈ.ઓ ડો. પુરૂષોત્તમ પીપરીયા ઉપરાંત શ્રી હારીતભાઈ મહેતા, શ્રી શામજીભાઈ ખુંટ, શ્રી હર્ષદભાઇ માલાણી,  શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, શ્રી અશ્વિનભાઈ કોટક, શ્રી મનિષભાઈ શેઠ અને તમામ બેંકોના ચેરમેનશ્રીઓ, ડીરેકટરશ્રીઓ વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

(3:00 pm IST)